Sunday, November 22, 2015

ad26, came on 18-nov-2015 , monday,, Gujarat Samachar, Ahmedabad edition, first page, size = over quarter page ; 18 cm wide * 34 cm tall (19-Nov-2015) No.3

November 19, 2015 No.3

https://www.facebook.com/photo.php?fbid=10153137123116922&set=a.10150470080606922.369631.704201921&type=3

ad26, came on 18-nov-2015 , monday,, Gujarat Samachar, Ahmedabad edition, first page, size = over quarter page ; 18 cm wide * 34 cm tall .
.
Topic of advt = election + RTR , JurySys etc

For mobile phones, for clearer versions, please see PDF at https://www.facebook.com/groups/righttorecallparty/10153757073663103/ 
.
( ચુંટણીની જાહેરાત , પ્રકાશક: રાહુલ ચીમનભાઈ મહેતા )
રાઈટ ટુ રિકોલ પાર્ટી (નોંધણી બાકી)
.
રાણીપ વાર્ડના અને ઠકકર બાપાનગર વાર્ડના અપક્ષ ઉમેદવાર - રાહુલ ચીમનભાઈ મહેતા
.
અનેક મહત્વના રાજકીય મુદ્દાઓ પર વિડીઓ youtube.com\RightToRecallGroup પર જોવા વિનંતી છે
.
રાણીપ વાર્ડ ---- ૧૪. રાહુલ ચીમનભાઈ મહેતા ---- પ્રેશર કુકર
.
ઠકકર બાપાનગર વાર્ડ --- ૧૨. રાહુલ ચીમનભાઈ મહેતા ---- હાથબત્તી
.
મારા વિષે : ૪૭ વર્ષ , બી.ટેક., કોમ્પ્યુટર સાઈન્સ, આઇ.આઈ.ટી દિલ્હી ; એમ.એસ., રટગર્સ યુનીવર્સીટી, USA ;
BTech, IIT Delhi ; MS, Rutgers Univ, NJ, USA .
.
આ જાહેરાતના હેતુઓ છે :
(A) સહુ નાગરીકોને માહિતી આપવી કે કયા સારા કાયદાઓના અભાવે ભારત અમેરિકા કરતા પાછળ છે અને ભારત અનેક્ગણું નબળું છે?
(B) અમેરિકા સાથે આપણે શું લેવા દેવા?
(C) આપ મતદારોનો મને આપેલ ટેકો કઈ રીતે સમાજને મદદ કરી શકે?
(D) અન્ય મુદ્દાઓ
.
(A) કયા કાયદાઓના અભાવે ભારત અમેરિકા કરતા પાછળ છે ? ચાર કાયદાઓ છે-
(૧)રાઈટ ટુ રિકોલ
(૨)જયુરી સીસ્ટમ
(૩)મલ્ટી-ઇલેકશન- multi-election
(૪) રેફેરેન્ડ્મ- referendum
.
(૧) રાઈટ ટુ રિકોલ -- રા.ટુ.રિ. એટલેકે એવી પ્રક્રિયાઓ જેના દ્વારા નાગરીકો સાંસદ, પ્રધાનમંત્રી, ન્યાયાધીશ, પોલીસ કમિશ્નર વગેરેને કોઈપણ દિવસે બદલી શકે. અમેરિકામાં કોર્પોરેટર, મેયર, જીલ્લા ન્યાયાધીશ, પોલીસ કમિશ્નર, શિક્ષણ અધિકારી, ધારાસભ્ય, મુખ્યમંત્રી, હાઇકોર્ટ જજ વગેરે હોદ્દાઓ પર રા.ટુ.રિ. છે. દા.ત. - અમેરિકામાં ૧૯૭૬માં આર્ચી સીમ્સન નામે એક ન્યાયાધીશે બળાત્કારીઓને માત્ર ૬ માસની સજા કરી. તો ૪ મહિનામાં નાગરીકોએ તેને ‘રાઈટ ટુ રિકોલ જજ’ દ્વારા નોકરીમાંથી હાંકી કાઢ્યો. તે પછી અમેરિકામાં ન્યાયાધીશો બળાત્કારના કેસોમાં હળવી સજા નથી કરતા. આમ રા.ટુ.રી. થી ભ્રષ્ટાચાર / ડાંડાઈ ઘટે છે.
.
(૨) જયુરી સીસ્ટમ – અમેરિકામાં અનેક કેસોમાં ચુકાદો ન્યાયાધીશો નહીં, પણ લાખો નાગરીકોની યાદીમાંથી રેન્ડમ (લોટરી)થી લીધેલ ૧૨ સામાન્ય નાગરીકો યાને જ્યુરી આપે છે. અને દરેક કેસે જ્યુરી બદલાય છે. આથી અમેરિકાની અદાલતોમાં ચુકાદા આપનારાઓની વકીલો સાથેની સાંઠગાંઠની કે ચુકાદા આપનારાઓના સગાવાદની સમસ્યા નથી હોતી. ભારતમાં નાગરિકોને ન્યાયાધીશ-વકીલોની સાંઠગાંઠથી અને ન્યાયાધીશોના સગાવાદથી પૈસા/સમયનું પારાવાર નુકશાન થાય છે. અમેરિકામાં આ નુકશાન નહિવત છે.
.
(૩) મલ્ટી-ઇલેક્સન (multi-election) – અમેરિકામાં કોર્પોરેટર, મેયર, જીલ્લા ન્યાયાધીશ, શિક્ષણ અધિકારી, પોલીસ કમિશ્નર, ધારાસભ્ય, સીએમ, હાઇકોર્ટ જજ, લોકસભા/રાજસભા સાંસદ, પીએમ ને નાગરીકો સીધા ચૂંટે છે. આથી આ હોદ્દાધારીઓની સ્વાયત્તા વધારે છે. આથી તેમની કાર્યક્ષમતા વધારે છે. ભારતમાં નાગરીકો માત્ર ૩ જણા ચુંટે છે. અન્ય હોદ્દા પર નિમણુંકો છે. એટલે હોદ્દાધારીઓની સ્વાયત્તા નથી. અને તેમની કાર્યક્ષમતા ઓછી છે.
.
(૪) રેફેરેન્ડ્મ (referendum) – જીલ્લા/રાજ્ય સ્તરે જ્યારે પ્રતિનિધિઓ ખોટા કાયદાઓ બનાવે, તો અમેરિકામાં નાગરીકો રેફેરેન્ડ્મ દ્વારા તે કાયદાઓ રદ્દ કરી પોતાની રક્ષા કરે છે. દા.ત. અમેરીકાના અનેક જીલ્લાઓમાં નાગરિકોએ અફીણને રેફેરેન્ડ્મથી કાયદેસર કરી ગુન્હાખોરી અને પોલીસના ખર્ચા ઘટાડી દીધા.
.
ભારતમાં પોલીટીકલ સાયંસ વિષય ભણાવનારા કુબુદ્ધિજીવીઓ અમેરિકાના આગળ હોવા માટે ‘પોલીટકલ કલ્ચર’ નું કારણ આપે છે. આ ‘પોલીટકલ કલ્ચર’ની વાત હડહડતું જુઠાણું છે. આ કુબુદ્ધિજીવીઓને સચ્ચા કારણો (રા.ટુ.રિ., જ્યુરી, રેફેરેન્ડ્મ વગેરે) છુપાવવાના પૈસા મળે છે. એટલે તેઓ જવાબ તરીકે ‘પોલીટકલ કલ્ચર’નું જુઠાણું વિદ્યાર્થીઓને પધરાવી દે છે.
.
(B)અમેરિકા સાથે આપણે શું લેવા દેવા? – અંતરરાષ્ટ્રીય રાજકારણમાં માત્ર એકજ સિધ્ધાંત છે – ‘મજબુત રાષ્ટ્ર નબળા રાષ્ટ્રને ખાય જશે, તેના ધર્મ/સંસ્કૃતિનો નાશ કરશે અને તેની પ્રજાને ગુલામ બનાવશે; ન દયા, ન અપવાદ’. આમ જો આપણે રા.ટુ.રિ. વગેરે કાયદાઓ નહિ લાવીએ, તો અમેરિકાની સરખામણીમાં આપણી નબળાઈ વધતી રહેશે. અને ગુલામી પણ વધતી જશે. માટે અમેરિકા સાથે આપણે લેવા દેવા છે. અને આ કાયદાઓ લાવવા જરૂરી છે.
.
(C) આપ મતદારોનો ટેકો કઈ રીતે સમાજને મદદ કરી શકે? -- ભાજપ / કોંગ્રેસ / RSS / AAP સંગઠનોએ હંમેશા રા.ટુ.રિ, જ્યુરી વગેરેનો વિરોધ કર્યો છે. અમે ૧૯૯૯થી ભારતમાં રા.ટુ.રિ વગેરે કાયદાઓ લાવવા નાગરીકોમાં પ્રચાર કરીએ છીએ. આ ચૂંટણીમાં મારા મુદ્દા છે :
.
(૧) રાઈટ ટુ રિકોલ મેયર, રા.ટુ.રિ કોર્પોરેટર --- જેથી કોર્પોરેશનનો વહીવટ સુધરે
.
(૨) રા.ટુ.રિ. શહેર શિક્ષણ અધિકારી -- જેથી મ્યુનીસીપાલીટી શાળાઓ સુધારે
.
(૩) એ.એમ.ટી.એસ. ચેયરમેન પર રા.ટુ.રી.– જેથી બસ સેવા સુધારે; બસોનો ઉપયોગ વધે; અને ટ્રાફિક ધટે
.
(૪) મ્યુનીસીપલ કર્મચારીઓ પર જ્યુરી સીસ્ટમ --- ૧૨ થી ૫૦ રેન્ડમ(લોટરી) થી આવેલ થયેલા નાગરીકો મ્યુનીસીપલ કર્મચારી પર થયેલ ફરિયાદમાં સજા નક્કી કરે અને તેની નોકરી ચાલુ રાખવી કે નહિ, તે પણ નક્કી કરે. આનાથી ભ્રષ્ટાચાર/ગેરશિસ્ત ઘટશે.
.
હવે ભારતમાં અનેક સારા નાના કાર્યકરો છે, જે ઉપાયો ગોતી રહ્યા છે. અને સારા ઉપાયો તેમની નજરમાં આવેતો તેનો અમલ માટે પ્રયાસ પણ કરે છે. હવે મને રા.ટુ.રિ. વગેરે મુદ્દાઓ ઉપર એપ્રિલ-૨૦૦૯ની ચુંટણીમાં અમદાવાદના ૭૩૦૦ નાગરીકોએ ટેકો આપ્યો હતો. અને એપ્રિલ-૨૦૧૫ની ચુંટણીમાં ૯૭૦૦ નાગરીકોએ ટેકો આપ્યો હતો. અને તેથી રા.ટુ.રી. વગેરે પ્રસ્તાવો પર ભારતના સેકડો કાર્યકરોની નજર પડી. અને અનેક રાજ્યોમાં કાર્યકરોએ રા.ટુ.રિ.નો પ્રચાર શરુ કર્યો. હવે જો મને વધુ હજારો નાગરીકોનો મત મળે, તો આ પ્રસ્તાવો પર ભારતની અનેક પાર્ટીના હજારો સારા કાર્યકરોની નજર જશે. અને તેથી ભારતના તમામ મોટા નેતાઓ પર આ કાયદાઓ લાવવા માટે તેમનીજ પાર્ટીના સારા કાર્યકરોનું દબાણ વધશે. અને આમ આ કાયદાઓ પસાર થવાની શક્યતા વધશે. ટુકમાં - તમારા મતદારોના ટેકાની સંખ્યા, ભારતના અનેક નાના કાર્યકરોનું ધ્યાન ખેંચે છે. આ માટે તમે મને ટેકો આપી, ભારતના અનેક કાર્યકારોનું ધ્યાન આ પ્રસ્તાવો તરફ ખેંચો, તેવી મારી વિનંતી છે.
.
(D) અન્ય મુદ્દાઓ ---
(૧) તમામ પાણીના કનેક્શનો પર મીટર મુકવા અને પાણી ૨૪ કલાક આપવું.
.
(૨) ન્યુરાણીપને ફરતા રેલ્વે ફાટકો, અન્ડરપાસ પોહળા કરવા; નવા ફાટકો,અન્ડરપાસ બનાવા
.
(૪)ગરીબ SC\ST\OBCના ટેકાથી અનામત ઘટી શકે તેવો કાયદો લાવવો. વિગતો માટે જુઓtinyurl.com\RcmReservation
.
(૬)ફૂટપાથ સુધરવા ; નડતર રૂપ પાથરણા\લારી દુર કરવા
.
(૭)તમામ રોડો પરનું પાર્કિંગ પેઈડ પાર્કિંગ કરી પાર્કિંગ સુધારવુ ; મ્યુનીસીપલીટીના તમામ ખાલી પ્લોટો ભાડે આપવા ; પાર્કિંગ અને ભાડાની ૬૭% આવક અમદાવાદના તમામ નાગરીકોમાં સમાન ભાગે વહેચાવી અને બાકીની ૩૩% આવક રોડ/પાર્કિંગ સુધરવા માટે વાપરવી.
.
(૮)BRTS ચાલુ રાખવી કે નહિ, તે માટે અમદાવાદના ૪૦ લાખ મતદારોનો SMSથી અભિપ્રાય ભેગો કરવો. .
.
(૯)ગોહત્યા, ભેળસેળના કેસોમાં જાહેરમાં નાર્કો-ટેસ્ટ કરવી. .
.
(૧૦) કુતરાઓ રોડ પરથી દુર કરી હોસ્ટેલમાં મુકવા
.
અનેક મુદ્દાઓ મેં ફેસબુક પર fb.com\MehtaRahulC અને tinyurl.com\RcmAmc પર આપ્યા છે. પણ મહત્વના મુદ્દા છે - રા.ટુ.રિ. કોર્પોરેટર અને રા.ટુ.રી મેયર. ક્મકે જ્યાં સુધી નાગરીકો પાસે કોર્પોરેટર\મેયર પાંચ વર્ષ પહેલા બદલવાની સત્તા નહિ આવે ત્યાં સુધી બધા મુદ્દાઓ પાણી વલોવવાની વાતો છે. તમે મતદારો મને ટેકો આપી વાત આ રા.ટુ.રી ની વાત આગળ વધારી શકો છો. જય હિન્દ
.
આ જાહેરાત કાપીને સાચવી રાખવી ; આની ઝેરોક્ષ સહુને આપાવી. ; આની જંબો ઝેરોક્ષ ચોંટાડવી

No comments:

Post a Comment