Tuesday, November 24, 2015

હું અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનની ચુંટણી - ૨૦૧૫માં ઉમેદવાર છું ; ધ્યેય - રાઈટ ટુ રિકોલ , જ્યુરી-પ્રથાના કાયદા લાવવા (14-Nov-2015) No.1

November 14, 2015 No.1

https://www.facebook.com/notes/rahul-chimanbhai-mehta-rrg/%E0%AA%B9%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AB%80%E0%AA%B8%E0%AB%80%E0%AA%AA%E0%AA%B2-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%81%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A7%E0%AB%AB%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%89%E0%AA%AE%E0%AB%87%E0%AA%A6%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9B%E0%AB%81%E0%AA%82-%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AB%87%E0%AA%AF-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%9F-%E0%AA%9F%E0%AB%81-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95/10153130011141922

હું અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનની ચુંટણી - ૨૦૧૫માં ઉમેદવાર છું ; ધ્યેય - રાઈટ ટુ રિકોલ , જ્યુરી-પ્રથાના કાયદા લાવવા


હું એક માત્ર ઉમેદવાર છું જે કહું છું કે (૧) જો મને 51% મતદારો ‘રાજીનામું આપો’નો એસ.એમ.એસ. મોકલશે, તો હું એકજ દિવસમાં રાજીનામું આપીશ (2) મેયની નિમણુંક હું 51% મતદારો ના SMSથી મળેલ આદેશ મુજબ કરીશ
---------------------------------------------------------
આ નોટ્સના ટોપિક
૧. રાઈટ ટુ રિકોલ શુ છે? અને અમે અન્ના હજારે કે અરવિંદભાઈ કેજરીવાલ સાથે નથી.
૨. મારો સક્ષિપ્ત પરિચય
3. જો 51% નાગરીકો ‘રાજીનામું આપો’ નો SMS મોકલશે, તો હું એક દિવસમાં રાજીનામું આપીશ
4. ઉમેદવારોના ટ્રસ્ટોમાં કેટલી જમીનો છે?
5. નાગરીકોમાં ટેવ પાડવીકે, કે તેઓ સાંસદને SMSથી URL વાળા હુકમો મોકલાવા શરુ કરે
6. નાગરિકોને અમુક મહતવની માહિતી આપવી
7. શુ ઉમેદવાર સાચ્ચો છે કે ટાઇમ-પાસીયો છે? અને આ ગેઝેટ નોટીફીકેશન શુ બલા છે?
8. MRCM - સૌથી મહત્વની માંગણી - ખનીજ અને સરકારી જમીનોનું ભાડું નાગરિકો આપવું
9. અમેરિકામાં પોલોસ અને અદાલતોમાં ભ્રષ્ટાચાર ઓછો કેમ છે ? – રાઈટ ટુ રિકોલ
10. રાઈટ ટુ રિકોલ જિલ્લા શિક્ષણ અધિકારીનો પ્રસ્તાવીય ગેઝેટ નોટીફીકેશન
11. રાઈટ ટુ રિકોલ પ્રધાનમંત્રીનું પ્રસ્તાવિત ગેઝેટ નોટીફીકેશન
12. ફરિયાદો અને ઉપાયોની સ્વીકૃતિ સાબિત કરવા પ્રતાવિત ગેઝેટ નોટીફીકેશન
13. તમામ અદાલતોમાં પડેલ પડતર કેસો ૩ વર્ષમાં ન્યાયપૂર્વક ઉકેલવા- જ્યુરીપ્રથા
14. કયા કાયદાઓથી ભારતના તમામ સંપ્રદાયો સીખ સંપ્રદાય જેટલા મજબુત બની શકે?
15. અન્ય મુખ્ય માંગણીઓ
=====
૧. રાઈટ ટુ રિકોલ શુ છે? અને અમે અન્ના હજારે કે અરવિંદભાઈ કેજરીવાલ સાથે નથી.
રાઈટ ટુ રિકોલ એટલે કે સરકારી ગેઝેટમાં લખેલ એવી પ્રોસીજરના લખાણો, કે જેના દ્વારા નાગરીકો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પોલીસ અધ્યક્ષ, જિલ્લા શિક્ષણ અધિકારી વગેરે કોઈપણની વિરુદ્ધ બહુમત સાબિત કરી તેને બદલી શકે. અને તે પણ તેની મુદત પૂરી થાય તે પહેલાં અને કોઈપણ મંત્રી કે ન્યાયાધીશને ફરિયાદ કર્યા વિના. દા.ત. અમેરિકામાં નાગરીકો પાસે ધારાસભ્ય, મુખ્યમંત્રી , જિલ્લા પોલીસ અધ્યક્ષ, જિલ્લા શિક્ષણ અધિકારી, જીલ્લા ન્યાયાધીશ વગેરેને બહુમતીથી કાઢી મુકવાની એટલે કે “રાઈટ ટુ રિકોલ મુખ્યમંત્રી, ધારાસભ્ય, જિલ્લા પોલીસ અધ્યક્ષ, જિલ્લા ન્યાયાધીશ” વગેરે પ્રોસીજરો છે. આવી પ્રોસીજરો ભારતનાં ગેઝેટમાં છપાવવી, તે માટે હું ૧૯૯૮થી પ્રચાર કરું છું. અન્ના હજારેજી અને અરવિંદ કેજરીવાલે જનલોકપાલના લખાણમાં “રાઈટ ટુ રિકોલ જનલોકપાલ”ની કલમો છાપવાનો વિરોધ કરેલ છે. તેઓએ “રાઈટ ટુ રિકોલ સાંસદ” ની પ્રોસીજરનું લખાણ પણ બે વર્ષથી આપ્યું નથી. મારે તેમની અને તેમનાં “લખાણ વગરના રાઈટ ટુ રિકોલ” સાથે કોઈ સબંધ નથી.
હવે ગાંધીનગરમાં આશરે ૧૮ લાખ મતદારો છે એટલે “રાઈટ ટુ રિકોલ” ની શરૂઆત માટે કહું છું, કે જો મને ૯ લાખ મતદારો ‘રાજીનામું આપો’ નો એસ.એમ.એસ મોકલશે, તો હું એકજ દિવસમાં રાજીનામું આપીશ. ઉપરાંત, હું સંસદમાં પ્રધાનમંત્રીની પસંદગી પણ ૯ લાખ નાગરીક મતદારોના મોકલાવેલ એસ.એમ.એસ. થીજ કરીશ. અને હું ભારતનાં તમામ નાગરિકોને વિનંતી કરું છું કે તેઓ તમામ ઉમેદવારોને પૂછે કે -- જો બહુમત નાગરીકો એસએમએસ કે તલાટીની કચેરીએ પ્રત્યક્ષ હાજર થઇ રાજીનામું માંગે, તો તે રાજીનામું આપશે? અથવા તેમનેજે “રાઈટ ટુ રિકોલ” ની પ્રક્રિયા મંજુર છે, તેનું લખાણ આપી શકે?
આ પત્રિકાનો હેતુ છે - ચુંટણી પ્રચાર ઉપરાંત નાગરિકોને રાઈટ ટુ રિકોલ, જ્યુરી પ્રથા, વારસાઈ વેરો અને અનેક સારા પ્રસ્તાવિત કાયદાઓ વિશે માહિતી આપવી.
=======
૨. મારો સક્ષિપ્ત પરિચય
મેં કેન્દ્રીય વિદ્યાલય શાહીબાગથી ૧૯૮૬માં ૧૨મુ પાસ કર્યું અને આઇઆઇટી-જેઈઈ-૧૯૮૬ (IIT-JEE-1986) માં બાવનમો નંબર મેળવી આઈ.આઈ.ટી દિલ્હીમાં કોમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક કર્યું. તે પછી ૧૯૯૦માં અમેરિકા જઈ રટગર્સ યુનિવર્સીટીમાં એમએસ કોમ્પ્યુટર સાયન્સ કર્યું. ત્યાં ૮ વર્ષમાં મેં અમેરિકાની પોલીસ, અદાલત વગેરે વ્યવસ્થાનો અભ્યાસ પણ કર્યો અને જોયું કે રાઈટ ટુ રિકોલ, જ્યુરી-પ્રથા, મિલકતવેરો વગેરે લખાણોથી તેમના જીવન અને તેમની સેનામાં કેટલો સુધારો થયો. ૧૯૯૯માં માતા-પિતાની ખરાબ તબિયતને કારણે હું પાછો આવ્યો. ત્યારથી હું અમદાવાદમાં પાર્ટ ટાઇમ સોફ્ટવેર એન્જિનીયર તરીકે કામ કરું છું અને બાકી સમયમાં હું રાઈટ ટુ રિકોલ, જ્યુરી-પ્રથા, વારસાઈ વેરો વગેરે પ્રસ્તાવિત કાયદાનાં લખાણોનો પ્રચાર કરું છું. હું ગાંધીનગરમાં ૨૦૦૯માં ઉમેદવાર હતો, અને મને ૭૩૦૦ મત (૧%) મળેલ. અને તે પછી હું ઘાટલોડિયામાં ૨૦૧૩માં ઉમેદવાર હતો, અને મને ૨૭૦૦ મત (૧.૨%) મળેલ. મેં રાઇટ ટુ રિકોલ, જ્યુરી-પ્રથા. વગેરેનાં પ્રચાર માટે આજ સુધી ગુજરાત સમાચાર અને અન્ય છાપાઓમાં આશરે ૨૫ જાહેરખબરો આપી છે.
આ પત્રિકાનો હેતુ છે - ચુંટણી પ્રચાર ઉપરાંત નાગરિકોને રાઈટ ટુ રિકોલ, જ્યુરી પ્રથા, વારસાઈ વેરો અને અનેક કાયદાઓ વિશે આપને માહિતી આપવી. વિસ્તૃત માહિતી આપને http://rahulmehta.com/301.htm પર અંગ્રેજીમાં મળશે અને તેનો ગુજરાતી અનુવાદ http://rahulmehta.com/301.g.htm પર પછીથી આવશે.
=====
૩. જો ૯ લાખ નાગરીકો ‘રાજીનામું આપો’ નો SMS મોકલશે, તો હું એક દિવસમાં રાજીનામું આપીશ
૬ અઠવાડિયાની અંદર, નાગરીકો અને કાર્યકરોની મદદથી હું એવી વ્યવસ્થા ઉભી કરીશ કે જેમાં ગાંધીનગરના તમામ ૧૮ લાખ મતદારોના નામ અને મોબાઈલ નંબર નોંધાયેલ હશે. હું એક મારો એક એસએમએસ નંબર મુકીશ, જેના પર નાગરીકો તેમનો મતદાર નંબર મોકલાવી શકે. જો એકજ મતદાર નંબર બે મોબાઈલથી આવે, તો મતદારના સરનામે પાસવર્ડવાળા પોસ્ટકાર્ડ મોકલી નબરની ખરાઈ કરી શકાય છે. ૬ અઠવાડિયાની અંદર ગાંધીનગરના તમામ મતદારોની નોંધણી તેમના મતદાર નંબર અને મોબાઈલ નંબર સહિત થઇ શકે. આ વ્યવસ્થામાં ૫% થી ૧૦% ભૂલ હોઈ શકે. પણ એક સાંસદના આપખુદ મત કરતાં તે ઓછી ખરાબ રહશે. હવે, મતદારો ‘રાજીનામું આપો’ કે ‘રાજીનામું ન આપો’ નો એસ.એમ.એસ મોકલાવી શકશે અને તમામ એસ.એમ.એસ વેબસાઇટ પર જાહેર મુકાશે. જો ૯ લાખ નાગરિક મતદારો ‘રાજીનામું આપો’ નો એસ.એમ.એસ મોકલાવે તો હું એક જ દિવસમાં રાજીનામું આપીશ. અને સંસદમાં પ્રધાનમંત્રીની પસંદગી પણ હું ૯ લાખ એસ.એમ.એસ. મુજબ કરીશ. પછીથી આ વ્યવસ્થા એટીએમ દ્વારા વધારે સરળ અને સચોટ બનાવી શકાય. હવે, આ વ્યવસ્થામાં અસ્થિરતાની થોડી શક્યતા છે, જે નાગરિકોની સહમતીથી પછીથી દુર થઇ શકે છે. નાગરિક એસએમએસ દ્વારા વિકલ્પ સાંસદ સૂચવી શકે અને જો એક વિકલ્પને ચાલુ સાંસદ કરતાં વધારે સ્વીકૃતિઓ મળે, તો જ પુનઃ મતદાન દ્વારા સાંસદ બદલાવો. આમ, રાઈટ ટુ રિકોલ અસ્થિરતા નથી સર્જતો.
હું તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ તેમના ઉમેદવારને પૂછે કે શુ તેઓ રાઈટ ટુ રિકોલના ટેકેદાર છે કે વિરોધી? અને જો તેઓ ટેકેદાર છે, તો તેમને પસંદ રાઈટ ટુ રિકોલની પ્રક્રિયાની વિગત તેઓ ૭ દિવસમાં આપશે કે આવતા જનમમાં આપશે? રાજનીતિ-શાસ્ત્ર, સમાજવિદ્યા અને અર્થશાસ્ત્રના મોટાભાગનાં પ્રોફેસરોએ આજદિન સુધી હંમેશા રાઈટ ટુ રિકોલનો વિરોધ કરેલ છે. તેમના અનુસાર રાઈટ ટુ રિકોલ અતિ ખર્ચાળ છે અને અસ્થિરતા લાવશે. તેઓ તમામ ખોટા અને જુઠ્ઠા છે. નાગરીકો અને કર્મશીલો જાતે નક્કી કરી શકે છે નાગરીકો જાતે તલાટીની કચેરીએ એટીએમ કે એસએમએસ દ્વારા સ્વીકૃતિ નોંધાવે, તો તેમાં ખર્ચો કેટલો છે?
============
૪. ઉમેદવારોના ટ્રસ્ટોમાં કેટલી જમીનો છે?
હું એકમાત્ર ઉમેદવાર છું જેણે મારા ટ્રસ્ટમાં કેટલી મિલકત છે તેની વિગત આપી છે. હું નાગરિકોને વિનંતી કરું છું છે તેઓ તેમના ઉમેદવારને પૂછે કે તેમના ટ્રસ્ટમાં કેટલી મિલકત છે અહિયાં પણ જાણવું કે રાજનીતિ-શાસ્ત્ર, સમાજવિદ્યા અને અર્થશાસ્ત્રના મોટાભાગનાં પ્રોફેસરોએ આજદિન સુધી ઉમેદવારોના ટ્રસ્ટમાં કેટલી મિલકત છે, તે માહિતી માગવાનો વિરોધ કર્યો છે કેમ? તેમને પૂછો. આપ તમામ છાપા, ચેનલના માલિકોનેકે પણ લખો કે તેઓ તમામ નેતાઓ પાસે તેમના ટ્રસ્ટમાં કેટલી મિલકત છે, તેની માહિતી માંગે.
==============
૬. નાગરીકોમાં ટેવ પાડવીકે, કે તેઓ સાંસદને SMSથી URL વાળા હુકમો મોકલાવા શરુ કરે
મારી આ ચૂંટણીમાં ઉભા રહેવાનું ખાસ કારણ છે – નાગરીકોને એક નવા રાજકીય રસ્તા વિષે માહિતી આપવી. અને નાગરીકોમાં એક વાણી રાજકીય ટેવ પાડવી. અનેક વખત, બહુમતી નાગરીકોને અમુક કાયદાઓ આવે તેવી ઈચ્છા હોય છે. પણ પૈસાદારોના વિરોધને કારણે નેતાઓ તે કાયદાઓનો વિરોધ કરતા હોય છે. તેમાં શું રાજકીય રસ્તો કાઢવો? મોટાભાગના નેતાઓ નાગરિકોને થકવી નાખવા નારેબાજી, ઉપવાસ, ધરણા, નેતા-પૂજા વગેરે રસ્તાઓ સૂચવતા હોય છે. હું જે નવો રાજકીય રસ્તો સૂચવું છું, તે નીચે મુજબ છે :-
૧. કાર્યકરોએ જે કાયદાઓ કે ગેઝેટના લખાણોથી સમસ્યાઓ ઘટી શકે, તે લાખણો ફેસબુક કે change.org પર મુકવા
૨. ફેસબુક કે change.org પરથી તેમને તે લાખણની યુ.આર.એલ મળશે.
૩. કાર્યકરોએ અને નાગરિકોએ એસએમએસથી સાંસદને હુકમ મુકાલાવો, કે તે સાંસદ આ યુ.આર.એલ પર આપેલ કાયદો ગેઝેટમાં છાપે.
4. જો દેશમાં ૪૨ કરોડ નાગરિક મતદારો આ યુ.આર.એલ વાળો હુકમ સાંસદને એસએમએસથી મોકલાશે, તો
4.1 પ્રધાનમંત્રી તે યુ.આર.એલ પર આપેલ લખાણ ગેઝેટમાં છાપાશે. અન્યથા
4.2 અહિંસામૂર્તિ મહાત્મા ઉધમસિંહ પ્રધાનમંત્રીને મળશે અને પ્રધાનમંત્રીને તે યુ.આર.એલ પર આપેલ લખાણ ગેઝેટમાં છાપવા વિનંતી કરશે. અને આથી
4.2.1. અહિંસામૂર્તિ ઉધમસિંહની વિનંતીથી પ્રધાનમંત્રી તે યુ.આર.એલ પર આપેલ લખાણ ગેઝેટમાં છપાશે અન્યથા
4.2.2. નવા પ્રધાનમંત્રી તે યુ.આર.એલ પર આપેલ લખાણ ગેઝેટમાં છાપાશે.
આમ જો ૪૨ કરોડ નાગરિક મતદારો જે જે યુ.આર.એલ વાળા હુકમો સાંસદને એસએમએસથી મોકલાશે, તો તે યુ.આર.એલ પર આપેલ તમામ લખાણોનું ગેઝેટમાં છાપાવું નિશ્ચિત છે. આ રીતે, ભારતમાં અનેક જરૂરી કાયદાઓ નાગરીકો ચૂંટણીની રાહ જોયા વિના લાવી શકાશે. એટલે , હું આપ સહુ નાગરીકોણે વિનંતી કરું છું , કે આપ આજ્થીજ સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરોણે smsથી જરૂરી આદેશ મોકલવા શરુ કરો. અમુક આદેશોનો દાખલોમેં http://tinyurl.com/RahulMehtaSms પર યુ.આર.એલ. સાથે આપ્યા છે. આ sms વાળા રસ્તાથી ૪૨ કરોડ નાગરીકો રાઈટ ટુ રિકોલ, જ્યુરી-પ્રથા, MRCM અને આવા તમામ કાયદાઓ લાવી શકે.
=================
7. નાગરિકોને અમુક મહતવની માહિતી આપવી
મારી આ ચૂંટણીમાં ઉભા રહેવાનું અન્ય એક કારણ છે – મારે નાગરીકોણે અમુક માહિતીઓ આપવી છે
  • મોરીશશ રૂટ , એફડીઆઈ, એસઈઝેડ અને અનેક કાયદો મારફત એક નીતિ બની છે – ‘વિદેશી પર શૂન્ય ટેક્સ, ભારતીય પર સંપૂર્ણ વેરો’. તમામ કંપનીઓ પર સમાન વેરો હોવો જોઈએ.
  • ભારતમાં હિન્દુઓની (હિંદુ = હિંદુ + સીખ + જૈન + બૌદ્ધ) વસ્તી ૧૯૫૧માં ૯૦% હતી અને મુસ્લિમોની વસ્તી ૮.૫% હતી. ૨૦૦૧માં હિન્દુઓની વસ્તી ૮૪.૫% હતી અને મુસ્લિમોની વસ્તી ૧૩.૫% હતી. અને સેન્સસ-૨૦૧૧માં આ આંકડો સરકારે દબાવી દિધો છે !! અને બંગાળી અને અન્ય ભાષાઓ બોલનારાઓની સંખ્યા પણ દબાવી દીધી છે, જેથી બાંગ્લાદેશીઓની સંખ્યા વિષે નાગરિકોને અંદાજ ન આવે.
એકપણ કોંગ્રેસ, ભાજપ કે આ.આ.પ. નેતાની આ કરવેરાના મુદ્દા કે સેન્સસ-૨૦૧૧ની બોલવાની હિમ્મત નથી થતી કે સમય નથી. આપ નાગરીકો મને વોટ આપી આ બે અને આવી અનેક માહિતીઓ ૧૦૦ નાગરીકોને પહોચાડી શકો. કેમકે મને મળેલ દરેક મત ભારતના સો-બસો નાગરીકો સુધી આ વાત પહોચાડશે.
=======
8. શુ ઉમેદવાર સાચ્ચો છે કે ટાઇમ-પાસીયો છે? અને આ ગેઝેટ નોટીફીકેશન શુ બલા છે?
અમુક ઉમેદવારો જેમને રાજવ્યવસ્થામાં પરિવર્તન જોઈએ છે એટલે તેઓ નાગરિકોને વિનંતી કરે છે કે - નાગરિકોએ મંત્રીઓ પાસે એવા ગેઝેટ નોટીફીકેશનના લખાણો છપાવવા જેથી અધિકારીઓના વર્તનમાં નક્કર પરિવર્તનો આવે. પણ અમુક ઉમેદવારો નાગરિકોને ગેઝેટ નોટીફીકેશનના લખાણોની ચિંતા કરવાની ના પાડે છે. તેઓ નાગરીકો પાસે માત્ર રેલીઓ-સુત્રોચ્ચાર કરાવે અને નાગરિકોને થકી જાય અને આથી જાણે કે અજાણે ભ્રષ્ટાચારીઓનું કુશાસન જેમ હતું તેમ ચાલુ રહે છે. આનાથી જાણે કે અજાણે ભ્રષ્ટાચારીઓને ફાયદો થાય. હું આવા ઉમેદવારોને ‘દવા વિરોધી ડોક્ટર’ સાથે સરખાવું છું એટલે કે એવા ડોકટરો કે જે રોગની વ્યાખ્યા આપે, રોગ થવાના કારણ કહે, રોગોનું વિશ્લેષણ કરે પણ દવાનું નામ લખવાની ના પાડે. તો નાગરિકોએ કઈ રીતે નક્કી કરવું કે ઉમેદવાર પરિવર્તનવાદી છે કે ઉમેદવાર ભ્રષ્ટાચારીઓ અને નિકૃષ્ટ પૈસાદારોનો મદદગાર છે? મારી સલાહ છે કે જેમ વકીલ આરોપીની ઉલટ-તપાસ કરે, તેમ નાગરિકોએ પણ ઉમેદવારોની પ્રશ્નો પુછી ઉલટ-તપાસ કરાવી અને તે પછી જ નક્કી કરવું કે ઉમેદવાર પરિવર્તનવાદી છે કે ઉમેદવાર ભ્રષ્ટાચારીઓ અને નિકૃષ્ટ પૈસાદારોનો મદદગાર છે? એવા અનેક પ્રશ્નોનું લિસ્ટ હું પછી આપીશ. હાલ દાખલા માટે એક પ્રશ્ન આપું છું. નાગરિકોએ આંદોલનકારોને એક પ્રશ્ન પૂછવો.- ‘તમામ ટ્રસ્ટોની માલિકીની જમીનની વિગત અને ટ્રસ્ટીઓનાં નામ સરકારે ઈન્ટરનેટ પર મુકવા’, તેવા પ્રસ્તાવિત કાયદાને શુ આપ ઉમેદવાર આજે (આજે, આવતા જનમમાં નહિ) ટેકો આપો છે કે આજે વિરોધ કરો છો? હવે આ પ્રશ્તાવિત કાયદો શુ ફેર લાવે છે? નિકૃષ્ટ પૈસાદારોએ માઈલોના માઈલો જમીન ટ્રસ્ટોમાં દબાવી છે અને આ પ્રસ્તાવિત કાયદો તમામ નિકૃષ્ટ પૈસાદારોને ઉઘાડાં પાડી દેશે. જો ઉમેદવાર નિકૃષ્ટ પૈસાદારોનો મદદગાર હશે, તો આ પ્રસ્તાવિત કાયદો એજન્ડાની બહાર છે તેમ કહી અભિપ્રાય આપવાની ના પાડશે અને તેના પર આવતા જનમમાં ચર્ચા કરવાની ખાતરી પણ આપશે. જો ઉમેદવાર પરિવર્તનવાદી હશે, તો તે આ પ્રસ્તાવિત કાયદાને તરતજ ટેકો આપશે.
તો આ થઇ ઉમેદવારની ખરાઈની વાત. હવે આ ગેઝેટ નોટીફીકેશન શુ બલા છે?
ગેઝેટ નોટીફીકેશનો સરકારી કામગીરીમાં મહત્વના દસ્તાવેજો છે. મોટાભાગના પોલીટીકલ સાયંસના પ્રોફેસરો ગેઝેટ નોટીફીકેશન અને તેના મહત્વ વિશે વિદ્યાર્થીઓને અને નાગરિકોને માહિતી આપવાનાં વિરોધી છે અને આ પ્રોફેસરો કહે છે નાગરિકોને માત્ર રેલીઓ કાઢવી અને સુત્રોચ્ચાર કરવા. પણ નાગરિકોએ સરકાર પાસે ગેઝેટ નોટીફીકેશનના લખાણોની માંગણી ન કરાવી. હું માનું છું કે નાગરિકોએ સરકાર પાસે નોટીફીકેશનના લખાણોની માંગણી કરાવી, તે પછી જ આંદોલન શરૂ કરવું. પણ આ ગેઝેટ નોટીફીકેશન શુ બલા છે?
આ ગેઝેટ નોટીફીકેશન એટલે રાજપત્ર એટલે મંત્રીઓ દ્વારા કલેકટરોને, સેક્રેટરીઓને, તમામ અધિકારીઓને છાપેલ આદેશો. દર અઠવાડિયે મંત્રીઓ અથવા મંત્રીઓના આદેશથી અધિકારીઓ ગેઝેટ નોટીફીકેશન છાપતા હોય છે. એક ગેઝેટ નોટીફીકેશન કેન્દ્ર સરકાર છાપે અને દરેક રાજ્ય પણ એક-એક ગેઝેટ નોટીફીકેશન છાપે. આ ગેઝેટ નોટીફીકેશનના આધારે અધિકારીઓ કામ કરે કે ન કરે. જો ઉમેદવારને કોઈપણ ખાતાને લાગતાં અધિકારીઓની કામગીરીમાં નક્કર ફેરફાર જોઈતા હોય તો નવું ગેઝેટ નોટીફીકેશન એટલે રાજપત્ર જરૂરી છે. હવે નાગરીકે નક્કી કરવાનુ છે કે (૧) ઉમેદવાર દ્વારા આપેલ પ્રસ્તાવિત રાજપત્રનું લખાણ વાંચીને અને સમજીને ઉમેદવારને ટેકો આપવો કે (૨) માત્ર નેતાના આહવાનને અનુસરવું અને રાજપત્રના લખાણની નેતા પાસે માંગણી પણ ન કરવી? મારી સમજ અને સલાહ છે કે નાગરીકે સમસ્યાના ઉકેલ માટે જરૂરી રાજપત્ર (યાને ગેઝેટ નોટીફીકેશન) ની માંગણી કરવી અને જો ઉમેદવાર કહે છે કે - આજે માત્ર મત આપો અને નોટીફીકેશનના લખાણોની વિગત આવતા જનમમાં વિચારીશું, તે ઉમેદવાર મારા ખાનગી અભિપ્રાય મુજબ નાગરિકોનો સમય અને આશા વેડફી નાખશે અને નિકૃષ્ટ પૈસદારોનું કુશાસન જેમ હતું તેમ ચાલુ રહેશે.
તો કયા ગેઝેટ નોટીફીકેશનના પ્રસ્તાવિત લખાણો દ્વારા શિક્ષણ ખાતાનો ભ્રષ્ટાચાર ઘટી શકે? હું એક તદ્દન સામાન્ય નાગરિક છું. મેં મારી સામાન્ય બુદ્ધી મુજબ શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચાર ઘટાડવા ગેઝેટ નોટીફીકેશનના પ્રસ્તાવિત લખાણો આ પેમ્ફલેટમાં આપ્યા છે.
=======
9. MRCM - સૌથી મહત્વની માંગણી - ખનીજ અને સરકારી જમીનોનું ભાડું નાગરિકો આપવું
ખનીજોની રોયલ્ટી અને સરકારી જમીનનું ભાડું (દા.ત. મેનેજમેન્ટ વસ્ત્રાપુર પ્લોટનું ભાડું, નહેરુ યુનિવર્સીટીના પ્લોટનું ભાડું, એરપોર્ટોના પ્લોટોનું ભાડું) સીધું જ નાગરીકો અને સેનાને મળે, તેવો કાયદો બનાવવો. દા.ત. માનો ખાણોની રોયલ્ટી અને જમીનનું ભાડુ ડિસેમ્બર-૨૦૧૪ માં રૂ ૧૨૦,૦૦૦ કરોડ આવ્યું. તો આ પ્રસ્તાવિત કાયદા મુજબ રૂ. ૪૦૦૦૦ કરોડ સેનાને મળી શકે અને રૂ ૮૦૦૦૦ કરોડ , તમામ ૮૨ કરોડ વયસ્ક નાગરીકોમાં સમાન ભાગે વહેચાશે અર્થાત આશરે રૂ. ૯૮૦ દરેક નાગરીકના પોસ્ટ કે બેન્કના ખાતામાં મળી શકે, જ્યાંથી તે કેશ ઉપાડી શકે. આ માટે આખા દેશમાં માત્ર ૧ લાખ ક્લાર્કોની જરૂર પડશે. આજે સરકારી બેન્કોમાં ૬ લાખથી વધારે ક્લાર્કો છે.
આ કાયદાથી પૈસાદારો પર એક રૂપિયાનો પણ કરવેરો નાખ્યા વગર, નાગરિકોને વ્યક્તિદીઠ (પરિવાર-દીઠ નહી પણ વ્યક્તિદીઠ) માસિક આશરે રૂ. ૭૦૦ થી રૂ. ૮૦૦ મળી શકે, અર્થાત પરિવાર-દીઠ આશરે વાર્ષિક રૂ.૩૬૦૦૦ મળી શકે. અને સૈન્ય શક્તિ પણ વધશે. ગરીબ હિન્દુઓ ખ્રિસ્તી ધર્મ, નકસલવાદ તરફ જતાં ઘટશે. આ કાયદાના પસાર થયાનાં ૧ વર્ષ પછી, જો ત્રીજું બાળક જન્મે, તો માં-બાપને ૩૩% ઓછી રકમ મળશે. જેને અગાઉથી વધારે છોકરા છે, તેમણે ફેર નહિ પડે. આથી વસ્તી પર પણ નિયંત્રણ આવશે. અને સેનાને આશરે વાર્ષિક રૂ.૩૦૦,૦૦૦ કરોડ મળશે. આ પરિવર્તન માટે નાગરિકોએ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીઓ પાસે બીજા વટહુકમ પર સહી કરાવવાની જરૂર છે . આ માટે અમે નાગરિકોને કહીએ છીએકે તેઓ એસ.એમ.એસ.થી સાંસદને હુકમ મોકલાવે કે સાંસદ આ MRCMનો કાયદો પસાર કરે.
9.1 જમીનનાં ભાડા કેટલુ થશે ?
ભારત સરકાર પાસે ૫૦,૦૦૦થી વધારે પ્લોટો છે.
અમુક પ્લોટોની વિગત નીચે પ્રમાણે છે :
પ્લોટનું નામ -- ક્ષેત્રફળ -- મીટરનો ભાવ -- પ્લોટનો ભાવ
મેનેજમેન્ટ વસ્ત્રાપુર, અમદાવાદ -- ૧૦૦ એકર -- રૂ. ૪૦,૦૦૦ -- રૂ. ૧૪૦૦ કરોડ
મેનેજમેન્ટ લખનઉ --- ૨૦૦ એકર ---- રૂ. ૨૦,૦૦૦ ---- રૂ. ૧૬૦૦ કરોડ
મેનેજમેન્ટ લખનઉ (નોઇડા) ----- ૧૦ એકર --- રૂ. ૫૦,૦૦૦ --- રૂ. ૨૦૦ કરોડ
મેનેજમેન્ટ કલકત્તા ----- ૧૩૫ એકર ----- રૂ. ૨૦,૦૦૦ ---- રૂ. ૧૦૦૦ કરોડ
મેનેજમેન્ટ ઇન્દોર ----- ૧૯૦ એકર ----- રૂ. ૧૫,૦૦૦ ---- રૂ. ૫૦૦ કરોડ
નહેરુ કોલેજ, દિલ્હી ------ ૧૦૦૦ એકર --- રૂ. ૪૦,૦૦૦ ---- રૂ. ૧૬૦૦૦ કરોડ
ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ---- ૨૫ એકર --- રૂ. ૪૦,૦૦૦ --- રૂ. ૪૦૦ કરોડ
ગુજરાત યુનિવર્સીટી ----- ૨૫૦ એકર ---- રૂ. ૩૫,૦૦૦ ---- રૂ. ૩૫૦૦ કરોડ
કુલ ---------------------- રૂ. ૨૭,૦૦૦ કરોડ
આ પ્લોટોનું ભાડું કેટલું મળી શકે ? આ ૯ પ્લોટોનું કુલ કિંમતના વર્ષનાં ૩ ટકા લેખે રૂ.૨૭,૦૦૦ કરોડ * ૩/૧૦૦ = રૂ. ૮૧૦ કરોડ વાર્ષિક મળી શકે અથવા નાગરીકદીઠ વાર્ષિક રૂ. ૭ મળી શકે.
એક બીજો દાખલો નીચે પ્રમાણે છે:
પ્લોટનું નામ ---- ક્ષેત્રફળ ---- મીટરનો ભાવ ---- પ્લોટનો ભાવ
અમદાવાદ એરપોર્ટ ----- ૧૮૫૦ એકર ---- રૂ. ૪૦,૦૦૦ ---- રૂ. ૨૯,૬૦૦ કરોડ
મુંબઈ એરપોર્ટ ------ ૧૧૦૦ એકર ------ રૂ. ૧૦૦,૦૦૦ ------ રૂ. ૪૪,૬૦૦ કરોડ
દિલ્હી એરપોર્ટ ----- ૫૦૦૦ એકર ----- રૂ. ૧૦૦,૦૦૦ ------ રૂ. ૨૦૦,૦૦૦ કરોડ
બેંગ્લોર એરપોર્ટ (નવું) ----- ૪૫૫૦ એકર ---- રૂ. ૧૦,૦૦૦ ---- રૂ. ૩૨,૪૦૦ કરોડ
બેંગ્લોર એરપોર્ટ (જુનું) ----- ૧૦૦૦ એકર ---- રૂ. ૧૦૦,૦૦૦ --- રૂ. ૪૦,૦૦૦ કરોડ
કલકત્તા એરપોર્ટ ----- ૧૫૦૦ એકર ---- રૂ. ૩૦,૦૦૦ ---- રૂ. ૧૮,૦૦૦ કરોડ
મદ્રાસ એરપોર્ટ ----- ૪૮૦૦ એકર ------ રૂ. ૪૦,૦૦૦ ----- રૂ. ૭૬,૮૦૦ કરોડ
કુલ ---- રૂ. ૪૪૦,૮૦૦ કરોડ
આ પ્લોટોનું કેટલું ભાડું આવી શકે ? આ ૭ પ્લોટોનું કુલ કિંમતના વર્ષનાં ૩ ટકા નાં લેખે રૂ ૪૪૦,૮૦૦ કરોડ * ૩/૧૦૦ = રૂ.૧૩,૨૪૪ કરોડ વાર્ષિક મળી શકે અથવા નાગરિકદીઠ વાર્ષિક રૂ. ૧૨૦ મળી શકે. આ માત્ર ૧૬ પ્લોટો છે. આવા સરકાર પાસે ૫૦,૦૦૦ થી વધુ પ્લોટો છે. એક પ્લોટનું ભાડું નાગરિકદીઠ વાર્ષિક રૂ.૦.૨૦ પૈસા પણ હોય તો પણ કુલ વાર્ષિક ભાડું નાગરિકદીઠ રૂ.૧૦,૦૦૦ વાર્ષિક મળી શકે.
૯.૨ ખાણોની રોયલ્ટી
ખાણોની રોયલ્ટી પણ મોટી રકમ છે. તમામ ખાણો જેમ કે, પેટ્રોલનાં કુવાઓ, કુદરતી ગેસ, કોલસા, લોખંડ, એલ્યુમિનિયમ, આરસપાણ, ત્રાંબુ, ગ્રેનાઈટ વગેરેની ખાણોમાંથી નાગરિકદીઠ વર્ષે રૂ.૫૦૦૦ મળી શકે. આ રૂપિયા ખાણ માફિયા દ્વારા પૈસાદારો, અધિકારીઓ, નેતાઓ વગેરે ખાય જાય છે. વટહુકમમાં નાગરિકો પાસે ભાડા અધિકારીને બદલવાની સત્તા હોવાથી નાગરિકો એવા અધિકારી લાવી શકશે, જેને નાગરિકોને ભાડું અપાવવાની ઈચ્છા હોય. આમ, જમીન અને ખાણોથી કુલ રૂ.૧૫,૦૦૦ થી રૂ.૧૮,૦૦૦ નાગરિક-દીઠ વાર્ષિક મળી શકે. જેમાંથી ૬૬% એટલે કે રૂ.૧૦,૦૦૦ થી રૂ.૧૨,૦૦૦ નાગરિકોને મળી શકે અને ૩૩% એટલે કે વાર્ષિક આશરે રૂ.૫,૦૦,૦૦૦ કરોડ સેનાને મળી શકે. આ તમામ આવક નાગરિકોની માલિકીની જમીનો અને ખાણોની છે - પૈસાદારો પર કરવેરા નાખી ગરીબોને આપવાની કોઈ વાત નથી.
ખનીજોનાં ભાવો રોજે-રોજ બદલાતા હોવાથી નાગરિકોને ખનીજની કેટલી રોયલ્ટી મળી શકે, તેનો ચોકસ અંદાજ લગાવવો મુશ્કેલ છે પણ એક અંદાજ આ પ્રમાણે છે .
ક્રૂડ તેલની કિંમત (જુન-૨૦૦૮) -- ૧૪૦ ડોલર પ્રતિ બેરલ
ભારતમાં ખનનની કિંમત (જુન-૨૦૦૮માં ક્રૂડ કાઢનારી કંપનીઓ એક બેરલનાં ૫૫ ડોલર નફો કરતી હતી જે ૧૪૦ ડોલરમાં ઈમ્પોર્ટ કરવાને લીધે નુકશાનીમાં ફેરવાઈ જતું અને ૧૯૯૯-૨૦૦૨માં તેલ કંપનીઓ ૨૫ ડોલરે બેરલ આપી નફો કરતી હતી અને તે પણ તેલ કંપનીઓનાં ખોટા ખર્ચાઓ અને બેફામ પગારો હોવા છતાં) ------ ૨૫ ડોલર પ્રતિ બેરલ
નફો (બેરલ દીઠ) ---- ૧૧૫ ડોલર પ્રતિ બેરલ
ભારતનું દૈનિક ઉત્પાદન ---- ૬,૬૦,૦૦૦ બેરલ
ભારતનું વાર્ષિક ઉત્પાદન = ૬,૬૦,૦૦૦ * ૩૬૫ = ૨૪ કરોડ બેરલ
ભારતની વસ્તી = ૧૧૦ કરોડ
ભારતીય-દીઠ ઉત્પાદન = ૦.૨૨ બેરલ
ભારતીય-દીઠ નફો, વાર્ષિક = ૦.૨૨ * ૧૧૫ = ૨૫ ડોલર
ભારતીય-દીઠ નફો, વાર્ષિક, રૂપિયામાં = રૂ. ૮૭૫
૬૬૦,૦૦૦ બેરલ ઉપરાંત આશરે બીજા ૨૦૦,૦૦ બેરલ દૈનિક અન્ય પ્રવાહીઓ તેલનાં કુવામાંથી નીકળે છે, જેની કિંમત ક્રૂડ કરતાં પણ વધારે હોય છે અને રકમ માત્ર ક્રૂડ તેલની નાગરિકોને મળશે. જો તમામ ખનીજો, દા.ત. લોખંડ, એલ્યુમિનિયમ, આરસપાણ, ત્રાંબુ, ગ્રેનાઈટ, બાંધમાંથી થતી વીજળી, ઉદ્યોગોને અપાતુ પાણી વગેરેની આવકનો સરવાળો કેટલો થાય? દાખલા માટે અમે લોખંડની ખાણોની વિગતો આપી છે:
લોખંડની કિંમત (જુન-૨૦૦૮) = ૧૫૦ ડોલર પ્રતિ ટન
લોખંડની કિંમત (રૂપિયામાં) = રૂ. ૭૬૦૦ પ્રતિ ટન
ભારતમાં ખનનની કિંમત = રૂ. ૩૦૦ પ્રતિ ટન
નફો (ટન દીઠ) = રૂ. ૭૩૦૦ પ્રતિ ટન
ઉત્પાદન (વાર્ષિક) = ૧૨.૩ કરોડ ટન
ઉત્પાદન (વાર્ષિક) ભારતીય દીઠ = ૧૨.૩ / ૧૧૦ = ૦.૧૧ ટન
વાર્ષિક (વાર્ષિક) ભારતીય દીઠ = ૦.૧૧ * ૭૩૦૦ = રૂ. ૭૪૦
આમ માત્ર લોખંડથી રૂ ૭૪૦ની દરેક વ્યક્તિને મળી શકે. તમામ ખનીજોનો સરવાળો થાય આશરે વ્યક્તિદીઠ વાર્ષિક રૂ.૪૦૦૦ થી રૂ.૫૦૦૦ થઇ શકે. આમ પૈસાદારો પર કોઈ કરવેરા નાખી ગરીબોને આપવાની દલીલ નથી. આમાં માત્ર સામાન્ય નાગરિકોને તેમન હક્કની કમાણી આપવાની વાત છે.
૯.૩ જમીનના ભાવ કઈ રીતે ઘટશે? અને કઈ રીતે તેનાથી વિકાસ વધશે?
જમીનનાં ભાડા ઉપરાંત અમારી એક અન્ય દરખાસ્ત છે: તમામ વ્યક્તિઓ જેમની પાસે બિન-ખેતીની વ્યક્તિદીઠ ૨૫૦ ફૂટથી વધારે જમીન છે, તેમની પાસેથી પોલીસ-સેના અને અદાલતો વગેરે ચલાવવા માટે જમીનની કિંમતના ૧% વેરો લેવો. અ વેરો નાગરિકોમાં વહેચવાના નથી. સરકારી જમીનના ભાડાથી અને ખાનગી જમીનના વેરાથી અર્થતંત્ર પર બેમાંથી એક અથવા બંને ફેરફારો થશે -
  1. જો જમીનોના ભાવ નહિ ઘટે તો, સામાન્ય નાગરિકોને વાર્ષિક રૂ.૮૦૦૦નું ભાડું મળશે.
  2. અથવા જમીનોના ભાવ ઘટશે.
<૨> થવાની શક્યતા વધારે છે. જો જમીનોનાં ભાવ ઘટશે, તો અનેક લોકો ઝુપડામાંથી ૧-રૂમ-રસોડાનાં ફ્લેટમાં અને ૧-રૂમ-રસોડાવાળા ૨-રૂમ-રસોડાનાં ફ્લેટમાં જી શકશે. તે ઉપરાંત જમીનનાં ભાવ ઘટવાથી અને લોકો ઓછાં ખર્ચે દુકાન-ફેકટરી ખોલી શકશે અને તેનાથી રોજગારો અને પગારો વધશે. ‘જમીનનાં ભાડા અને ખાણોની રોયલ્ટી’ મળવાથી નાગરિકોની ખરીદ-શક્તિ પણ વધશે, જેનાથી ઉદ્યોગો પણ વધશે. આમ, ‘જમીનનાં ભાડા અને ખાણોની રોયલ્ટી’ નાગરિકોને મળવાથી ‘ગરીબી’ ઘટશે, રોજગારો વધશે અને સાથે-સાથે સેનાની શક્તિમાં પણ વધારો થશે.
૯.૪ કરોડો નાગરિકોને ખાણની રોયલ્ટી અને સરકારી જમીનના ભાડાના પૈસા પહોંચાડવા
૧૧૦ કરોડ નાગરિકોને માસિક રૂ.૫૦૦ થી રૂ.૧૦૦૦ પહોંચાડવા કેટલા સહેલા કે અઘરા છે? અમે ‘સાર્વજનિક બેન્કિંગ’ ની માંગણી, ખાત્રી આપી છે. જેમાં દરેક નાગરિકનું તેના ઘરની નજીકની ‘સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા’ બેન્કમાં નિ:શુલ્ક સાદું ખાતું ખાતું હશે. આ ખાતામાંથી નાગરિક મહિનામાં બે વાર નિ:શુલ્ક પૈસા ઉપાડી શકશે, જેમાં રકમ રૂ.૧૦૦, રૂ.૨૦૦, રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ માત્ર હોઈ શકે. આમ, કેશિયર મિનિટના એક અથવા કલાકનાં ૪૦ અથવા દિવસનાં ઓછામાં ઓછાં ૩૦૦ નાગરિકોને પૈસા આપી શકશે અથવા મહીને ૫૦૦૦ નાગરિકોને પૈસા આપી શકશે. આથી ૧૧૦ કરોડ નાગરિકોને મહીને તેમના ભાગની ‘ખાણની રોયલ્ટી અને જમીનનું ભાડું’ દાર મહીનેદિવસે પહોંચાડવા ૧૧૦ કરોડ/૫૦૦૦. એટલે કે ૨૨૦,૦૦૦ કલાર્કોની જરૂર પડશે તે ઉપરાંત લગભગ ૨૦,૦૦૦ સુપરવાઈઝર અને ટેકનીશીયનની જરૂર પડશે. પછી આ નાણા એટીએમ કાર્ડ વગેરે આવ્યા પછી એક ક્લાર્ક માસિક ૧૦૦૦૦ નાગરિકોને પૈસા ચૂકવી શકશે. અને તેનાથી માત્ર ૧૦૦,૦૦૦ કલાર્કોની જરૂર પડશે. આજે માત્ર ‘સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા’ પાસે ૩૦૦,૦૦૦ ક્લાર્કો છે. એક તાલુકાની સરેરાશ વસ્તી ૧૦૦,૦૦૦ હોય છે. આવા તાલુકામાં ૨૦-૩૦ ક્લાર્કોની જરૂર પડશે. આમ, આ પ્રોસીજર અઘરી નથી. કોઈના વતી બીજા કોઈ પૈસા ન લઇ જાય તે માટે બેન્કોમાં કેમેરા મુકી શકાય અને ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ મુકી શકાય. તે ઉપરાંત વ્યક્તિ પોતાનો મોબાઈલ નંબર નોંધાવી શકશે, જેથી જયારે પણ તે પૈસા ઉપાડે ત્યારે તેને એસ.એમ.એસ. જશે અને તેથી જો કોઈ ખોટો વ્યક્તિ પૈસા ઉપાડશે તો, તેને તરત જ માહિતી મળશે.
હવે અનેક વખત મેં એક વિરોધી દલીલ સાંભળી છે કે, આ રીતે દરેક નાગરિકોને માસિક રૂ.૫૦૦ થી રૂ.૭૦૦ આપવામાં ૨૦૦,૦૦૦થી ૨૫૦,૦૦૦ ક્લાર્કો જોઇશે, જે ઘણું મોટું માળખું છે અંતે આ સ્કીમ શક્ય નથી. અને તેના બદલે પૈસા- શિક્ષણ કે હોસ્પિટલમાં વાપરવા જોઈએ. આ દલીલને ચકાસીએ. ૧૧૦ કરોડનાં દેશમાં આશરે ૩૦ કરોડ વિદ્યાર્થી વયના નાગીકો છે. જો ૧૦૦ વિદ્યાર્થી વચ્ચે પણ ૧ શિક્ષક હોય, તો ૩૦ લાખ શિક્ષકો જોઈએ, જે આંકડો ૨,૨૦,૦૦૦ ક્લાર્કો કરત વધારે છે. તે ઉપરાંત ૩૦ કરોડ વિદ્યાર્થીઓ માટે આશરે ૩૦૦ કરોડ ચોરસવર્ગથી વધારે મકાનો જોઈએ અને હોસ્પિટલની દલીલ ચકાસીએ.- ૧૦૦૦ની વસ્તીએ એક ડોક્ટર અને બે નર્સ-વોર્ડબોય જોઈએ. આમ, ૧૧૦ કરોડની વસ્તીએ ૧૧ લાખ ડોક્ટર અને ૨૨ લાખ નર્સ-વોર્ડબોય જોઈએ. અને આ ઉપરાંત આશરે ૨૦૦ કરોડ ચોરસવર્ગથી વધારે દવાખાનાનાં મકાનો જોઈએ. અમે નાગરિકોને શિક્ષણ અને સારવાર આપવાનાં ટેકેદાર છીએ. પણ ‘નાગરિકોને ખાણ જમીનનાં ભાડાનાં રોકડા નાણાં ન આપો, તેમણે માત્ર શિક્ષણ/ સારવાર આપો’, કેમ કે ‘નાગરિકોને ખાણ જમીનનાં ભાડાનાં રોકડા નાણાં આપવાં’ અઘરાં છે- આ દલીલ વાહિયાત છે.
૧૦. અમેરિકામાં પોલોસ અને અદાલતોમાં ભ્રષ્ટાચાર ઓછો કેમ છે ? – રાઈટ ટુ રિકોલ
આપણામાંથી અનેકના મિત્રો-સંબધીઓ અમેરિકામાં રહે છે. ક્યારેક વાત થાય તો જાણવા મળે કે અમેરિકાની પોલીસમાં ભ્રષ્ટાચાર અને ન્યાધીશોમાં ભ્રષ્ટાચાર-સગાવાદ ભારત કરતા ઓછો છે, કેમ? શુ તેનું કારણ સારા પગારો છે? હું પોલીસ અને ન્યાયાશો વગેરેના પગારો વધારવાની માંગણીને ટેકો આપું છું. અમેરિકામાં પોલીસના પગાર ત્યાંની આવકના પ્રમાણમાં પણ અહીંથી સારા છે પણ શુ તે એકમાત્ર કારણ છે? હમણા જ હાઇકોર્ટના ન્યાયાધિશોના પગાર આશરે રૂ.૭૦,૦૦૦/- વત્તા ભથ્થા થયા. તો શુ હાઇકોર્ટના ન્યાયાધીશોએ સગાવાદ ઘટાડી ઘટાડી દીધો? અને માનો કે ઓછો પગાર એક કારણ છે. તો માણસ કરોડ બે કરોડ પછી અટકી જાય પણ શુ દસ કરોડ કમાયા પછી પણ આપણા કમિશ્નરો કે ન્યાયાધીશો અટકે છે? તો જો તેઓના પગાર ચાર ગણા પણ થશે, તો પણ ભ્રષ્ટાચાર અટકવાનો નથી. આમ, પગાર મોંઘવારી પ્રમાણે જરૂર વધારવા જોઈએ, પણ પગાર વધારા માત્રથી ભ્રષ્ટાચાર નહિ ઘટે.
તો પછી અમેરિકાની પોલીસમાં અને ન્યાયાધીશોમાં ભ્રષ્ટાચાર ભારતની પોલીસ અને ન્યાયાધીશો કરતાં ઓછો કેમ છે? આ પ્રશ્ન ક્યારેક બુદ્ધિજીવીઓને પૂછીએ તો તેઓ વિચિત્ર જવાબો આપે. કોઈ બુદ્ધિજીવી કહે છે કે- તમે કત્થાઇ ચામડીવાળા ભારતીયો અને ગોરી ચામડીવાળા અમેરિકાનો સાથે સરખામણી કરવાની મજલ પણ ન કરાવી જોઈએ. કોઈ બુદ્ધિજીવી કહે છે કે- અમેરિકાના નાગરિકોનું પોલિટીકલ કલ્ચર સારું છે અને ભારતનાં સામાન્ય નાગરિકોનું પોલિટીકલ કલ્ચર હલકું છે અને એટલે જ ભારતમાં પોલીસ અને ન્યાયાધીશોમાં ભ્રષ્ટાચાર વધારે છે. અર્થાત, અમો ભારતમાં સામાન્ય હલકા કલ્ચર (સંસ્કાર) વાળા છીએ અને પોલીસ તેથી પોલોસ અને ન્યાયાધીશોમાં ભ્રષ્ટાચાર વધારે છે, તેનું કારણ અમો સામાન્ય નાગરીકો છીએ!! અને કોઈ બુદ્ધિજીવી એમ પણ કહેશે કે- ભારતમાં પોલીસ અને ન્યાયાધીશોમાં ભ્રષ્ટાચાર વધારે છે કેમ કે- તમો સામાન્ય નાગરિકોમાં જાગૃતિ નથી. વાહ, બુદ્ધિજીવી, વાહ!! અને વાહ તમારા ચાર આકડાની વિચારશક્તિ!! લાંચ લેવાનો ગુનો પોલીસ અને ન્યાયાધીશો કરે અને તેમાં પણ તમો બુદ્ધિજીવીઓ વાંક અમો સામાન્ય નાગરિકોનો અમારા સંસ્કારનો કાઢવો છે?
બુદ્ધિજીવીઓનું કેરેક્ટર, પોલિટીકલ કલ્ચર, જાગૃતિ વગેરેનું મહાજ્ઞાન મારી સામાન્ય બુદ્ધી અને સમજથી પરે છે. તો પછી ભારતની પોલીસમાં ભ્રષ્ટાચાર વધારે છે, તેના એવા કારણ ખરા કે આપને સામાન્ય માણસોના મગજમાં આવી શકે? હા, એવા સરળ કારણો છે- કે જે આપણા અને મારા જેવા સામાન્ય નાગરીકની સમજમાં આવી શકે.
અમેરિકાની પોલીસમાં ભ્રષ્ટાચાર ઓછો છે, તો તેનું એકમાત્ર કારણ છે- અમેરિકામાં નાગરીકો પાસે ત્યાંના જિલ્લા પોલીસ કમિશનરને કાઢી મુકવાની પ્રોસીજર એટલે કે “રાઈટ ટુ રિકોલ” છે. ભારતમાં અમો નાગરીકો પાસે માત્ર મિનિસ્ટર કે ન્યાયમૂર્તિ પાસે ફરિયાદ કરવાની સત્તા માત્ર છે. કમિશનર સાહેબને કાઢી મુકવાની સત્તા અમો સામાન્ય નાગરીકો પાસે નથી. આ કાઢી મુકવાની સત્તા માત્ર મિનિસ્ટર કે ન્યાયમૂર્તિઓ પાસે છે. અમેરિકામાં નાગરિકોને તેમનાં જિલ્લા પોલીસ કમિશનરને નોકરીમાંથી કાઢી મુકવો હોય, તો નાગરિકોએ મિનિસ્ટર કે કોર્ટના ધક્કા નથી ખાવા પડતા. નાગરિકોએ જાતે જ બહુમતિ સાબિત કરી તેમના જિલ્લા પોલીસ કમિશનરને બદલી શકે છે. આમ, અમેરિકાના તમામ ૨૦૦૦ જિલ્લા પોલીસ કમિશનરોને હંમેશા એક જ ભય હોય છે કે- જો પોતે ખુબ લાંચ લેશે અથવા જો સ્થાનિક પોલીસમાં ભ્રષ્ટાચાર વધશે, તો નાગરીકો તેને કાઢી મુકશે. એટલે કમિશનર પોતે નહિવત લાંચ લે છે અને નીચેનાં સ્ટાફ પર છટકા ગોઠવીને કંટ્રોલમાં રાખે છે અને ભારતમાં અમો નાગરીકો પાસે કમિશનર બદલવાની સત્તા નથી, આ સત્તા માર મિનિસ્ટર પાસે છે, પરિણામ? કમિશનરો પી.આઈ.ને ટાર્ગે આપે છે, અમુક ભાગ પોતે રાખે અને અમુક મીનીસ્ટરને પહોચાડે.
આમ, પોલિટીકલ કલ્ચર, ઈતિહાસ ૧૦૦૦ વર્ષોની ગુલામી કે ૨૦૦ વર્ષોની ગુલામીને આજનાં પોલીસ અને ન્યાયાધિશોના ભ્રષ્ટાચાર સાથે કોઈ લેવા-દેવા નથી. આ તમામ કારણો ખોટા, જુઠ્ઠા અને ઉપજાવી કાઢેલા છે. ભારતમાં ભ્રષ્ટાચાર વધારે છે, તો તેનું એકમાત્ર કારણ છે- અમો નાગરીકો પાસે જિલ્લા પોલીસ કમિશનરને બદલવાની પ્રોસીજરો એટલે કે “રાઈટ ટુ રિકોલ” નથી. કમિશનર ઉપરાંત અમેરિકામાં નાગરીકો પાસે ન્યાયાધીશો, મેયર, ધારાસભ્યો, જિલ્લા સરકારી વકીલ અને મુખ્યમંત્રીને કાઢી મુકવાની પ્રોસીજરો છે. અને આથી આ તમામ અધિકારીઓમાં ભ્રષ્ટાચાર ભરતની સરખામણીમાં ઓછો છે અને તે જ અમેરિકામાં સાંસદો, પ્રધાનમંત્રી, કેન્દ્રનાં અધિકારીઓમાં ખુબ જ ભ્રષ્ટાચાર છે, કેમ કે તેઓને કાઢી મુકવાની નાગરીકો પાસે કોઈ જ પ્રોસીજર નથી. આમ, અમેરિકાનો દાખલો સાબિત કરે છે કે ભ્રસ્તાચારને કલ્ચર, ઈતિહાસ, જાગૃતિ વગેરે કારણો સાથે કોઈ જ લેવા-દેવા નથી.
હું જયારે અમેરિકાની આ માહિતી (કે અમેરિકાના નાગરીકો પાસે જિલ્લા પોલીસ કમિશનર, ન્યાયાધીશો અને મુખ્યમંત્રીને કાઢી મુકવાની સત્તા છે.) આપું છું, તો ઘણાં ગ્રેજ્યુએટ થયેલા અને તેથી વધુ ભણેલાં અને અનેક છાપા અને મેગેઝીન વાંચનારા અવાક રહી જાય છે. તેઓ કહે છે કે- આ વાત આજ દિન સુધી અમે પાઠ્યપુસ્તક કે કટારલેખમાં વાંચી જ નથી અને તેમણે અનેક બુદ્ધિજીવીઓનાં પ્રવચનો સાંભળ્યા, તો તે પ્રવચનોમાં પણ આ વાત જાણવા ન મળી. તેનું કારણ છે- આ પાઠ્યપુસ્તક કે કટારલેખ લખનાર કે પ્રવચન આપનાર બુદ્ધિજીવીઓ પોતે “રાઈટ ટુ રિકોલ” વિરોધી છે અને તેથી જ તેઓએ નાગરિકોને અને વિદ્યાર્થીઓને માહિતી સુધ્ધા પણ ન આપી કે અમેરિકામાં નાગરીકો પાસે આવી “રાઈટ ટુ રિકોલ” ની સત્તાઓ છે.
હવે ભારતમાં પોલીસના ભ્રષ્ટાચાર અને ન્યાયાધિશોના ભ્રષ્ટાચાર-સગાવાદે માજા મુકી છે. અનેક ગુન્હાઓ બેફામ વધી રહ્યા છે અને તેનું કારણ પોલીસનો ભ્રષ્ટાચાર અને ન્યાયાધીશોનો ભ્રષ્ટાચાર-સગાવાદ છે. અનેક કેસોમાં ગુંડાઓ વગેરે પોલીસને પૈસા આપી કેસ નબળા પડી દે છે અને જો કોઈ પોલીસ અધિકારી ઈમાનદાર હોય, તો ન્યાયાધિશોના સગા-વકીલો તેમણે જમીન અપાવવા તૈયાર છે. દા.ત.આપણી સુપ્રિમ કોર્ટના ન્યાયમુર્તીએ ભારતમાં ૮ વર્ષનાં ૨૦-૨૫ બાળકો પર બળાત્કાર કરનારા એવા સ્વીત્ઝરલૅન્ડના એક અબજપતિને પણ જામીન આપી દીધાં હતા, જેથી તે ભારત છોડીને નાસી શક્યો કોને ખબર કેટલાનો તોડ થયો. પણ બળાપો કરવાનો માત્ર કોઈ જ અર્થ નથી. હવે જ્યાં સુધી અમો સામાન્ય નાગરિકો પાસે જિલ્લા પોલીસ કમિશનર અને ન્યાયાધીશોને બદલવાની સત્તા-પ્રોસીજર નહિ આવે, ત્યાં સુધી આ સમસ્યાઓનો ઉકેલ આવે તેમ નથી અને તમામ સરકારી વિભાગોમાંથી ભ્રષ્ટાચાર ઘટાડવા આપને નાગરિકોએ રાઈટ ટુ રિકોલ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, તમામ ન્યાયાધીશો, રિઝર્વ બેન્કના ગવર્નર વગેરેને નોકરીમાંથી કાઢી મુકવાની પ્રોસીજર અમો સામાન્ય નાગરીકોએ ઉભી કરવી જોઈએ.
===================
૧૧. રાઈટ ટુ રિકોલ જિલ્લા શિક્ષણ અધિકારીનો પ્રસ્તાવીય ગેઝેટ નોટીફીકેશન
૧૧. ૧ રાઈટ ટુ રિકોલ જિલ્લા શિક્ષણ અધિકારીની પ્રોસીજરનો સાર
  1. મુખ્યમંત્રી જિલ્લા શિક્ષણ અધિકારીની નિમણુંક કરશે. (આજની જેમ)
  2. વાલીઓ ( જેમને ૧ થી ૭ વર્ષનાં સંતાનો છે) રૂ.૩ આપી તલાટીની કચેરીએ જઈ કોઈપણ ૫ વ્યક્તિઓનાં નામો પર સ્વીકૃતિ નોંધાવી શકશે અને સ્વીકૃતિ બદલી પણ શકશે.
  3. જો કોઈ વ્યક્તિને કુલ વાલીઓનાં ૩૫ ટકાથી વધારેની સ્વીકૃતિઓ મળે અને તે ચાલુ જિલ્લા શિક્ષણ અધિકારીની સ્વીકૃતિ કરતા ૨ ટકા વધારે હોય તો તે વ્યક્તિ જિલ્લા શિક્ષણ અધિકારી બનશે.
  4. મુખ્યમંત્રી દ્વારા નિમેલ અધિકારી માત્ર એક જિલ્લાનું સંચાલન કરી શકશે. પણ નાગરિકો દ્વારા નિમેલ અધિકારી રાજ્યનાં ૫ અને રાષ્ટ્રના ૨૫ જિલ્લાનો શિક્ષણ અધિકારી બની શકશે અને તેને ૫ થી ૨૫ ગણો પગાર મળશે.
  5. શાળાઓ ૧લી અપ્રિલે માસિક ફી જાહેર કરશે અને તે પછી કોઈપણ હેડીંગ નીચે અન્ય પૈસા નહી લઇ/ માંગી શકે. જો વધારે ફી માંગશે કે લેશે તો જ્યુરી તેને જેલમાં પુરી શકશે.
  6. જો એક વોર્ડના ૧૦૦૦ વાલીઓની સહમતી હોય, તો નવી શાળા ખોલવા સરકારની પરવાનગી નહિ જોઈએ- માત્ર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આમ, સહકારી શાળાઓ અસ્તિત્વમાં આવશે.
અને અન્ય ફેરફારો. આના સંપુર્ણ લખાણ આગળ આપ્યું છે.
૧૧.૨ આ રાઈટ ટુ રિકોલ કઈ રીતે ભ્રષ્ટાચાર ઘટાડશે?
આ રાઈટ ટુ રિકોલ કઈ રીતે શિક્ષણમાં ભ્રષ્ટાચાર ઘટાડશે અને કામગીરી સુધારશે?
આજે ભારતમાં આશરે ૭૦૦ જિલ્લાઓ છે અને ૭૦૦ જિલ્લા શિક્ષણ અધિકારીઓ છે, એમાંથી માનો કે ૧૦-૨૫ અધિકારીઓને ભ્રષ્ટાચારમાં રસ નથી અને નાગરિકોનાં હિતમાં રસ છે. ‘રાઈટ ટુ રિકોલ જિલ્લા શિક્ષણ અધિકારી’ આવવાથી તેમાંથી ૫-૧૫ માથું ઊચકશે અને કામગીરી સુધારશે. માનો મુખ્યમંત્રી તેમની બદલી કરે. તો ‘રાઈટ ટુ રિકોલ જિલ્લા શિક્ષણ અધિકારી’ ની પ્રોસીજર ગેઝેટ નોટીફીકેશનમાં હશે, તો ૫-૧૫ માંથી ૨-૧૦ કે વધારેને ટેકો આપી પાછા લાવી શકશે. હવે મેં સુચવેલ ગેઝેટ નોટીફીકેશનમાં જો મુખ્યમંત્રી જિલ્લા શિક્ષણ અધિકારી નીમે, તો તે વ્યક્તિ માત્ર એક જ જિલ્લાનો શિક્ષણ અધિકારી બની શકશે પણ જો તે નાગરિકોની સ્વીકૃતિ અને ટેકાથી બન્યો હોય, તો તે રાજ્યમાં વધુમાં વધુ ૫ અને રાષ્ટ્રમાં ૨૫ જિલ્લા જિલ્લાનો શિક્ષણ અધિકારી બની શકશે અને તેનો પગાર પણ તે પ્રમાણે વધશે. આમ જે જિલ્લા શિક્ષણ અધિકારીઓને ભ્રષ્ટાચારમાં રસ નથી, તેઓ કામગીરી સુધારી આવક પણ વધારી શકશે. આમ અધિકારી બદલવાની પ્રોસીજર જે અધિકારીને ભ્રષ્ટાચારમાં રસ છે, તેને સુધારે કે ન સુધારે, પણ જે અધિકારીને ભ્રષ્ટાચારમાં રસ છે, તેને દુર કરી જેને ભ્રષ્ટાચારમાં રસ નથી, તેની સત્તા વધારવામાં નાગરિકોની મદદ કરે છે. આમ, નાગરિકોને ઓછાં ભ્રષ્ટાચારવાળા અધિકારીઓનું શાસન મળી શકશે અને અન્ય જિલ્લા શિક્ષણ અધિકારીઓ જોશે કે જો તેઓ પોતાની કામગીરી નહી સુધારે તો શક્ય છે કે નાગરીકો તેઓને હાંકી કાઢશે અને કોઈ સારા કે ઓછાં ખરાબ જિલ્લા શિક્ષણ અધિકારીને ડબલ ચાર્જ આપશે. આમ, જે જિલ્લા શિક્ષણ અધિકારીને પોતાની નોકરી ચાલુ રાખવી છે તે પોતાની કામગીરી સુધારવા પ્રેરાશે.
મેં સુચવેલ એક અન્ય ગેઝેટ નોટીફીકેશન “રાઈટ ટુ રિકોલ પ્રધાનમંત્રી” છે. બીજા સૂચવેલ ગેઝેટ નોટીફીકેશનો નાગરિકોને કેન્દ્રસ્તરે ૫૦ સ્થાને “રાઈટ ટુ રિકોલ” અપાવે છે. આથી કેન્દ્રસ્તરે અધિકારીઓ અને મંત્રીઓની બેફામ બનાવાની શક્યતાઓ ઘટે છે અને મેં સૂચવેલ એક અન્ય ગેઝેટ નોટીફીકેશનો મુખ્યમંત્રીઓ અને ૫૦ રાજ્યસ્તરનાં ઉચ્ચ અધિકારીઓ પર “રાઈટ ટુ રિકોલ” અપાવે છે. આમ, ચાલુ નેતાઓનું અને અધિકારીઓનું બેફામપણું ઘટશે.
૧૧.૩ પ્રસ્તાવિત ‘રાઈટ ટુ રિકોલ’ ગેઝેટ નોટીફીકેશનનું સંપૂર્ણ લખાણ
જુઓ https://www.facebook.com/groups/rig... સેક્શન-૮.૩
૧૧.૪ ગણિતનું શિક્ષણ સુધારવા માટે માંગેલ ગેઝેટ નોટીફીકેશન -- સાત્ય વ્યવસ્થા
પરીક્ષાઓ, ઇનામોની રૂપરેખા
  1. રાજ્યનાં અથવા જિલ્લાનાં શિક્ષણ અધિકારી ૧ થી ૧૨ ધોરણના સિલેબસના આધારે વર્ષને ચાર ભાગમાં વહેંચી ૪૮ પ્રશ્નપોથીઓ બનાવશે અને દરેક પોથીમાં ૧૦૦૦૦ કે તેથી વધુ પ્રશ્નો હશે. આ પ્રશ્નો રાજ્ય અને જિલ્લા શિક્ષણ અધિકારી ઈન્ટરનેટ પર મુકશે અને સીડી પર પણ પુસ્તકો છાપશે.
  2. જેમ વ્યવસ્થા થશે તે પ્રમાણે જિલ્લા શિક્ષણ અધિકારી મહીને દરેક વિદ્યાર્થી માટે ૧-૪ ગણિતની પરીક્ષાઓ રાખશે. આ પરીક્ષાઓ વિદ્યાર્થીઓ કોઈપણ ઉમરે-સમયે આપી શકશે.
  3. દરેક પરીક્ષામાં ૩૦-૧૨૦ પ્રશ્નો હશે સમય ૬૦-૧૮૦ મિનિટ રહેશે.
  4. પરીક્ષામાં ઇનામો નીચે પ્રમાણે અપાશે- એવરેજ કરતાં જેના ૨૦(%) ટકા ઓછાથી વધારે હોય તેને રૂ.૫; એવરેજ કરતાં જેના ૧૦(%) ટકા ઓછાથી વધારે હોય તેને રૂ.૧૦; એવરેજ કરત જેના ૩૦(%) ટકાથી વધારે હોય તેને રૂ.૨૦. આ રકમ કરવેરાની આવક પ્રમાણે વધી-ઘટી શકે છે.
  5. આ ઇનામના ૫૦(%) ટકા વિદ્યાર્થી અને ૫૦(%) શિક્ષકને મળશે.
  6. ગણિતનાં શિક્ષકને બીજો પગાર નહી મળે.
પરીક્ષાઓનો વહીવટ
  1. પરીક્ષાઓના સેન્ટરો જિલ્લા શિક્ષણ અધિકારી ચલાવશે.
  2. જિલ્લા શિક્ષણ અધિકારી મકાનો, ટેબલો, કોમ્પ્યુટર, ટર્મિનલ વગેરેની વ્યવસ્થા કરશે.
  3. જિલ્લા શિક્ષણ અધિકારીના ક્લાર્કો રેન્ડમ સિલેકશન દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રોમાં ટેબલો આપશે.
  4. જિલ્લાનું સર્વર કોમ્પ્યુટર તે વર્ષની પ્રશ્નપોથીના ૧૦૦૦૦ પ્રશ્નોમાંથી છેલ્લી મિનિટે ૩૦-૧૨૦ પ્રશ્નો સિલેકટ કરી પરીક્ષા કેન્દ્રનાં કોમ્પ્યુટરને આપશે જે વિદ્યાર્થીના ટર્મિનલને આપશે.
  5. આ પ્રશ્નો તે વર્ષનાં વિદ્યાર્થીને જુદા-જુદા ક્રમમાં આપશે જેથી ચીટીંગ ન થાય.
  6. આ પરીક્ષાનાં પરિણામ તાત્કાલિક મળશે, ઇનામોની જાહેરાત પણ તાત્કાલિક થશે.
  7. જિલ્લા શિક્ષણ અધિકારી મહિનાના ઇનામો આવતા મહિનાની (૫) પાંચમી અને (૧૦) દસમી તારીખે વિદ્યાર્થી અને શિક્ષકના ખાતામાં જમા કરાવી દેશે.
  8. પરીક્ષાની કિંમત જમીનનાં ખર્ચાને બાદ કરતાં રૂ.૫ થી નીચે રહેશે.
  9. જે પ્રશ્નનો જવાબ ૯૫(%) ટકા વિદ્યાર્થીઓએ સાચો આપ્યો હશે તે પ્રશ્ન કેન્સલ થશે.
ગણિતનાં શિક્ષકોની નિમણુંક
  1. કોઇપણ નાગરિક પોતે ગણિતનાં શિક્ષક તરીકે નોંધાવી શકશે.
  2. વાલી તલાટીની કચેરીએ જઈ કોઈપણ શિક્ષકને પોતાના સંતાનના ગણિતના વિદ્યાર્થી તરીકે નોંધાવી શકશે. વાલી કોઈપણ દિવસે શિક્ષક બદલી શકશે.
  3. આ વ્યવસ્થામાં સરકારની ભુમિકા માત્ર સિલેબસ નક્કી કરવાની, પરીક્ષા લેવાની અને પરીક્ષાનાં માર્કસના આધારે શિક્ષકો અને વિદ્યાર્થીઓને નાણા આપવાની રહેશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષક જાતે જ નક્કી કરશે.
૧૧.૪ અન્ય વિષયોનું શિક્ષણ સુધારવા માટે માંગેલ- ગેઝેટ નોટીફીકેશનનો સાર
  • જિલ્લા-રાજ્ય શિક્ષણ અધિકારી આ સત્ય વ્યવસ્થા ગણિતની સાથે નીચેનાં વિષયોમાં પણ મુકશે - વિજ્ઞાન ; કાયદાઓ ; અંગ્રેજી શબ્દજ્ઞાન, વાક્ય અનુવાદ, વ્યાકરણ ; હિન્દી શબ્દજ્ઞાન, વાક્ય અનુવાદ, વ્યાકરણ ; સેનાઓના , કાયદાઓનો અને વહીવટી વ્યવસ્થાઓનો ઈતિહાસ ; સ્થાનિક, રાજ્યનું, ભારતનું અને અન્ય રાષ્ટ્રોનું ભુગોળ
  • તમામ વિદ્યાર્થીઓ અને વયસ્કોને કાયદાનું શિક્ષણ આપવું.
  • ૧૬ વર્ષથી ઉપરનાં તમામ કિશોરો અને વયસ્કો માટે હથિયારનું પ્રશિક્ષણ ફરજીયાત કરવું.
  • અંગ્રેજીનું શિક્ષણ ધોરણ-૧ થી આપવું
  • ગણિત, વિજ્ઞાન વગેરે તમામ વિષયોનાં તમામ પાઠ્યપુસ્તકો દ્વિભાષીરાખવા- એટલે કે જમણી બાજુનાં પાના પર પાઠ અંગ્રેજીમાં હોય અને તેનો અનુવાદ સ્થાનીય ભાષામાં ડાબી બાજુનાં પાના પર હોય
  • તમામ સ્થાનીય ભાષાનાં વિદ્યાર્થીઓએ તે વિષયની અંગ્રેજીની પુરક પરીક્ષાઓ આપી શકે તે મરજિયાત કરવું - તેના માર્ક્સ મેરીટમાં નહિ ગણાય
  • ધોરણ-૫, ૮ માં પણ ૧૦ અને ૧૨ ની જેમ બોર્ડની પરીક્ષા લેવી.
  • સબસીડી કોલેજોને બદલે સીધી વિદ્યાર્થીઓને આપવી.
=========================
૧૨. રાઈટ ટુ રિકોલ પ્રધાનમંત્રીનું પ્રસ્તાવિત ગેઝેટ નોટીફીકેશન
  1. જે નેતાને પ્રધાનમંત્રી બનવું હોય, તે ડિપોઝીટ આપી નામ નોંધાવે.
  2. કોઈપણ દિવસે નાગરિક-મતદાર તલાટીની કચેરીએ આવી રૂ.૩ ફી આપી ૫ વ્યક્તિઓને સ્વીકૃતિ આપે, તો તલાટી તે સ્વીકૃતિઓ કોમ્પ્યુટરમાં એન્ટર કરશે અને વાળીને તેના ફિંગરપ્રિન્ટ અને ફોટાવાળી પહોચ આપશે, પહોચમાં વોટરકાર્ડ નંબર, સ્વીકૃતિ મેળવનારાઓના નામ-નંબર, તારીખ રહેશે. આ ફી બીપીએલ કાર્ડ ધારકો માટે રૂ.૧ રહેશે.
  3. નાગરિકે આપેલ સ્વીકૃતિઓ નાગરિકનાં નામ અને વોટરનંબર સાથે કલેક્ટરના વેબસાઈટ પર આવશે.
  4. નાગરિક કોઈપણ દીઅવાશે આપેલ સ્વીકૃતિઓ બદલી શકશે. (આમ જો કોઈ નેતા કરોડો નાગરિકોને પૈસા આપી સ્વીકૃતિ આપવાનું કહેશે, તો નાગરીકો તેને સ્વીકૃતિ આપી, પૈસા લેશે અને બીજે દિવશે સ્વીકૃતિ બદલી નાખશે અને આમ, તે નેતાના રૂપિયા પાણીમાં જશે.)
  5. પ્રધાનમંત્રીની સ્વીકૃતિનો આક તેને ટેકો આપતા સાંસદોને મળેલ માતા રહેશે.
  6. જો કોઈને ચાલુ પ્રધાનમંત્રીની સ્વીકૃતિ કરતાં ૧ કરોડ વધારે સ્વીકૃતિઓ મળે, તો તે પ્રધાનમંત્રી બની શકશે.
દા.ત. મનમોહનસિંહને ૨૫૩ સાંસદોનો ટેકો છે, જેમને ૧૬ કરોડ મત મળેલ. તો આ પ્રોસીજર ગેઝેટમાં છપાયા બાદ, જો કોઈ નેતાને ૧૭ કરોડ નાગરીકોની સ્વીકૃતિઓ મળે, તો તે નેતા પ્રધાનમંત્રી બની શકે. આમ, આ પ્રોસીજર ગેઝેટમાં છપાયા બાદ નાગરીકો ઈચ્છે, તો કોઈપણ ‘વધારેમાન્ય’ નેતાને સ્વીકૃતિ આપી ૨૦-૩૦ દિવસોમાં પ્રધાનમંત્રી બદલી શકે છે. ખર્ચો: તમામ ૮૨ કરોડ નાગરિક મતદારો સ્વીકૃતિ નોંધાવે તો પણ ખર્ચો ૨૫૦ કરોડથી ઓછો આવશે જે કૌભાંડોની સામે મામુલી છે. સ્થિરતા:અમેરિકામાં ૮૦૦ માંથી માત્ર ૨ ગવર્નર રિકોલ થયા છે. કેમ માત્ર બે? કેમ કે રિકોલ આવવાથી અધિકારીઓનું વર્તન સુધારે છે, અને એટલે રિકોલની જરૂર ઓછી પડે છે. આમ, રિકોલથી અસ્થિરતા આવતી નથી. આ પ્રોસીજરની ૯ કલમોનું લખાણ મેં http://www.rahulmehta.com/pm.pdf પર આપ્યું છે. કોઈ નિષ્ણાંત આ પ્રોસીજરની એકપણ કલમ બંધારણના એકપણ અનુચ્છેદનો ભંગ કરે છે તેમ કહી નથી શક્યું. આ પ્રકારની અન્ય પ્રોસીજરો ગેઝેટમાં છપાવાથી નાગરીકો ભ્રષ્ટ સુપ્રિમના ન્યાયાધીશોને પણ બદલી શકશે.
============================
૧૩. ફરિયાદો અને ઉપાયોની સ્વીકૃતિ સાબિત કરવા પ્રતાવિત ગેઝેટ નોટીફીકેશન
મારી તમામ નાગરિકોને વિનંતી છે કે તેઓ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને ૧૪ દિવસમાં નીચે મુજબનું લખાણ ગેઝેટ નોટીફીકેશનમાં છપાવું- તેવી માંગણી કરવી.
  1. જો કોઈપણ મહિલા મતદાર, દલિત મતદાર, ગરીબ મતદાર, ખેડૂત મતદાર, વૃદ્ધ મતદાર, મજુર મતદાર કે કોઈપણ નાગરીક મતદાર પોતે હાજર થઈને જો પોતાની અરજી, ફરિયાદ કે એફિડેવિટ આપે, તો કલેકટર (અને તેના ક્લાર્કો) કોઈપણ તકરાર વિના પાનાદીઠ રૂ.૨૦/- ની નજીવી ફી લઇ નાગરીકનાં ફોટા અને ફિંગરપ્રિન્ટ સાથેની પહોંચ આપશે અને આ અરજી, ફરિયાદ કે એફિડેવિટ પ્રધાનમંત્રીશ્રીનાં વેબસાઈટ પર મુકશે.
  2. જો કોઈપણ મહિલા મતદાર, દલિત મતદાર, ગરીબ મતદાર, ખેડૂત મતદાર, વૃદ્ધ મતદાર, મજુર મતદાર કે કોઈપણ નાગરીક મતદાર પોતે હાજર થઈને જો પોતાની અરજી, ફરિયાદ કે એફિડેવિટ પર ‘હા’,‘ના’ નોંધાવા આવે, મતદાર કાર્ડ બતાવે અને રૂ.૩/- ની વહીવટી ફી આપે, તો કોઈપણ તકરાર વિના તલાટીએ ‘હા’,‘ના’ કોમ્પ્યુટરમાં નોંધી લેવી અને નાગરીકનાં ફોટા અને ફિંગરપ્રિન્ટ સાથેની પહોંચ આપવી અને નાગરીકની ‘હા’,‘ના’ પ્રધાનમંત્રીનાં વેબસાઈટ પર મુકવી. તલાટી રૂ.૩/- ની ફી લઈને ‘હા’,‘ના’ બદલવા પણ દેશે. અને આ ફી બી.પી.એલ. (ગરીબી રેખા નીચના) કાર્ડ ધારકો માટે રૂ.૧/- રહેશે.
  3. આ ‘હા’ , ‘ના’ કોઈપણ અધિકારી, મંત્રી, ન્યાયાધીશ, ધારાસભ્ય કે સાંસદ પર બંધનકર્તા નહિ રહે પણ જો ભારતનાં ૪૦ કરોડ મહિલા મતદારો, દલિત મતદારો, ગરીબ મતદારો કે કોઈપણ ૪૦ કરોડ નાગરીક મતદારો કોઈ એક અરજી-એફિડેવિટ પર ‘હા’ નોંધાવે, તો પ્રધાનમંત્રીશ્રીની તે અરજી-એફિડેવિટ પર ધ્યાન આપી શકશે અથવા પ્રધાનમંત્રીશ્રી રાજીનામું આપી શકશે.
આ લખાણ કેન્દ્ર કે રાજ્ય સરકારનાં ગેઝેટ નોટીફીકેશનમાં છાપે, તો અને તો જ કલેક્ટરો નાગરિકોની ફરિયાદ મુખ્યમંત્રીનાં વેબસાઈટ પર મુકી શકે. આજે જો નાગરિક કલેકટરને પોતાની ફરિયાદ મુખ્યમંત્રીના વેબસાઈટ પર મુકવા વિનંતી કરશે તો કલેકટર માંગણી ફાડીને ફેકી દેશે કેમ કે આજે કલેકટર નાગરિકની ફરિયાદ મુખ્યમંત્રીના વેબસાઈટ પર મુક, તો તેની નોકરી જોખમમાં આવી શકે. આથી જે નાગરીકો ઇચ્છતાં હોય કે નાગરીકોની ફરિયાદ મુખ્યમંત્રીના વેબસાઈટ પર આવે જેથી અન્ય નાગરીકો તેમાં જોડાય શકે, તો નાગરિકોએ મુખ્યમંત્રી પાસે ૧૪ દિવસમાં ઉપર મુજબનું લખાણ ગેઝેટ નોટીફીકેશનમાં છાપે, તેવી માંગણી કરાવી જોઈએ. મુખ્યમંત્રી આ નોટીફીકેશન ૨૪ કલાકમાં છાપી શકે છે અને ૪૮ કલાકમાં અમલમાં લાવી શકે છે. માટે જો કોઈ વિચારક આવતા જનમ સુધી રાહ જોવાની સલાહ આપે, તો તેને નકારી કાઢવી, તેવી મારી નાગરિકોને વિનંતી છે.
=================
૧૪ તમામ અદાલતોમાં પડેલ પડતર કેસો ૩ વર્ષમાં ન્યાયપૂર્વક ઉકેલવા- જ્યુરીપ્રથા
૧૪.૧ જજ-પ્રથા અને જ્યુરી-પ્રથા શુ છે?
ભારતની જ વાત કરીએ. આપણા દેશમાં ૧૧૦ કરોડ નાગરીકો છે. તો આવા મોટા દેશમાં દાર વર્ષે આશરે ૨૦ લાખથી ૫૦ લાખ વિવાદો, ગુનાહો, આરોપો વગેરે તો સહેજે આવી શકે. જો આ વિવાદો અને આરોપીઓનો જલ્દી નિકાલ ન આવે, તો ખાનગી હિંસા વધતી જવાની અને તેનાથી નાગરિકોનાં જીવનમાં અસલામતી, જંજટ, દુ:ખો, અન્યાયની લાગણી, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે અનિષ્ઠાનો ભાવ વગેરે વધતાં જશે અને કરોડો નાગરીકોની સાથે આમ બનશે, તો ભારત આખું નબળું પડતું જશે. કરોડો નાગરીકો ‘એકઠા થઇ’ ૫૦ લાખ વિવાદો કે આરોપોનો ઉકેલ લાવી ન શકે. આમ, નાગરિકોએ વિવાદ અને આરોપોનો ફેંસલો લાવવા કોઈપણ દેશના નાગરિકોએ અધિકારીઓની નિમણુંક કરાવી પડે. તમામ દેશોમાં નાગરિકોએ બે માંથી એક વ્યવસ્થા લીધી.- જજ પ્રથા અથવા જ્યુરીપ્રથા.
જ્યુરીપ્રથા : જિલ્લા કે રાજ્ય કે રાષ્ટ્રમાંથી આશરે ૧૨ કે ૧૫ સામાન્ય નાગરિકોને મતદારયાદીમાંથી રેન્ડમ સિલેક્ટ (લોટરી પધ્ધતિ) કરવામાં આવે છે. આ નાગરીકો એટલે કે જ્યુરી આરોપનો ફેંસલો કરે છે. આ સામાન્ય નાગરીકો ફરી ૧૦ વર્ષ જ્યુરીમાં નથી આવી શકતા. ભારતમાં અંગ્રેજોએ પોતાના જ મેજિસ્ટ્રેટોના ભ્રષ્ટાચારથી પ્રજામાં વધતાં વિદ્રોહને જોઈ, મેજિસ્ટ્રેટોની શક્તિ ઘટાડવા ભારતમાં ઈ.સ.૧૮૮૦માં જ્યુરીપ્રથા દાખલ કરવામાં આવી અને જ્યુરીપ્રથામાં પૈસાદારોનાં, જમીનદારોના હિત સાચવવા અઘરાં હતા અને ન્યાયાધીશોને કમાણી પણ ઓછી થતી હતી. આથી નહેરુ અને તે વખતનાં સુપ્રિમના જજોએ ભારતમાંથી ઈ.સ.૧૯૫૬માં જ્યુરીપ્રથા રદ કરી.જ્યુરીપ્રથામાં માનનારાઓને હું જ્યુરીવાદી અથવા નાગરીકવાદી કહીશ. બુદ્ધિજીવીઓ આ પ્રથાને માનનારાઓને ટોળાવાદી કહે છે.
જજ-પ્રથા : જજપ્રથામાં ૧૦,૦૦૦થી ૧,૦૦,૦૦૦ની વસ્તીએ એક બુદ્ધીજીવીની નિમણુંક કરવામાં આવે છે, જે તે વિસ્તારનાં તમામ કેસોમાં ચુકાદા આપે છે. દા.ત. ભારતમાં ૧૩,૦૦૦ બુદ્ધિજીવીઓને ચુકાદો આપવાં ન્યાયાધીશ છે કે તે ૧૩,૦૦૦ ન્યાયાધીશોના સગાઓ દ્વારા લાંચ નહિ લે. તેઓનો પરમ વિશ્વાસ છે કે જજોને નાગરિકો ખસેડવાની સત્તા ન હોવા છતાં જજો નાગરિકોને કદાપી દગો નહિ કરે અને પૈસાદારોના કે વિદેશીઓના એજન્ટો નહીં બને. અર્થાત, બુદ્ધિજીવીઓના માતા પ્રમાણે જજોમાં અપાર નૈતિક શક્તિ છે. આ પ્રથામાં માનનારાઓને હું ન્યાયમુર્તિ પુજક તરીકે સંબોધીશ. જો કોઈ સામાન્ય નાગરિક જજને બદલવાની માંગણી કરે તો તેને તાત્કાલિક જેલ ભેગો કરવો એવો બુદ્ધિજીવીઓ આગ્રહ રાખે છે.
ભારતનાં બુદ્ધિજીવીઓ ૨૦૦% ચુસ્ત ન્યાયમૂર્તિપુજક છે એટલે જ તેઓએ વિદ્યાર્થીઓની સતત નાગરિક વિરોધી કાન ભંભેરણી કરી છે કે ભારતીયો જ્ઞાતિવાદી છે, કોમવાદી છે, પરિપક્વતા વગરના છે (અર્થાત- બળદબુદ્ધિનાં છે) તેમણે તેમનાં માતા-પિતા અને વડીલોએ યોગ્ય ‘રાજકીય સંસ્કારો’(પોલીટીકલ કલ્ચર) નથી આપ્યા. તે ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને જ્યુરીપ્રથા વિશે માહિતી જ ન આપી કે કદાચ તેઓ જ્યુરીપ્રથાના સમર્થક થાય તો? આમ, બુદ્ધિજીવીઓના કટ્ટર ન્યાયમુર્તિપૂજા કારણે અભણ કે ભણેલાં નાગરિકોમાં જ્યુરીપ્રથા વિશે માહિતી જ નથી. અન્ય વ્યવસ્થાઓ ઉપરોક્ત બે વ્યવસ્થાનાં મિશ્રણથી બનેલ હોય છે. ઉપરની બે પાયાની વ્યવસ્થાઓમાં નીચે પ્રમાણે ફેર છે.
૧૪ .૨ જજ-પ્રથા અને જ્યુરી-પ્રથાનો તફાવત
જજ પ્રથા
જ્યુરીપ્રથા
  1. ભારતમાં વર્ષે ૨૦ લાખથી ૫૦ લાખ વિવાદો કે આરોપોનો ફેંસલો ૨૦,૦૦૦થી ૨,૦૦,૦૦૦ની જુજ સંખ્યાના બુદ્ધિજીવીઓ માત્ર કરશે અને પ્રજાની આમાં કોઈ દાખલ નહિ હોય. જ્યુરીપ્રથામાં દરેક કેસ જુદા-જુદા ૧૨-૧૫ સામાન્ય નાગરિકો પાસે જાય છે, જે ૧૦ વર્ષ સુધી રિપીટ થતા નથી. આમ, એક વર્ષમાં આવતા ૨૦ લાખથી ૫૦ લાખ વિવાદો અને આરોપોનો ફેંસલો ૩થી ૪ કરોડ સામાન્ય નાગરીક મતદારો આપે છે.
  2. આમ, એક જજ પાસે વર્ષે ૫૦-૧૫૦ અને તેની ૩૦ વર્ષની અવધિમાં ૧૦,૦૦૦-૨૦,૦૦૦ ચુકાદાઓ આપશે. એક સામાન્ય નાગરીક જ્યુરીમાં આવે છે, તે ૧૦ વર્ષે માત્ર એક જ કેસમાં ફેંસલો કરે છે. એક જિલ્લાનાં તમામ કેસો ૨૦-૫૦ જજો દ્વારા આવશે.
  3. એક જિલ્લાનાં કેસોનો ઉકેલ ૩,૦૦,૦૦૦થી ૪,૦૦,૦૦૦ સામાન્ય નાગરીકો આપશે. એક જજ પાસે અનેક કેસો હોવાથી વિલંબ થાય છે. એક જ્યુરીને માત્ર એક જ કેસ આપવામાં આવે છે, અને તેથી સવારના ૧૦:૦૦ વાગ્યેથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી એક જ કેસ ચાલે છે અને તેથી કેસના ચુકાદા ૪-૮ દિવસમાં આવે છે. આમ, આ તફાવતો સામાન્ય લાગે છે. આખરે એક વ્યક્તિ ૫,૦૦૦ ચુકાદો આપે કે ૫૦,૦૦૦ નાગરીકો ૫,૦૦૦ ચુકાદો આપે, એમાં શુ ફેર પડે છે? પણ અદાલતોમાં ભ્રષ્ટાચાર અને સગવાદનું મુળ આમાં છે.
૧૧.૩ જજ પ્રથા કેમ હંમેશા સગાવાદથી ખદબદે છે?
જજ પ્રથામાં જજનાં સગા વકીલને તેની અદાલતમાં પ્રેક્ટીસ કરવાની મનાઈ હોય છે પણ આનાથી લેશ માત્ર ફેર પડતો નથી. મોટાભાગની અદાલતોમાં બે-પાંચ-દસ જજો એક ટોળકી (સિન્ડીકેટ, ગેન્ગ) બનાવી લેતા હોય છે, જેમાં દરેક જજ એક-બીજાંના સગાને મબલખ કમાણી કરાવી દે છે. જજ-૧, જજ-૨ નાં સગએન કરોડો કમાવી આપે અને જજ-૨, જ્જ-૧ નાં સગાને કરોડો કમાણી કરાવી આપે. તે ઉપરાંત જજો તેમના ખાસ મિત્ર-વકીલ દ્વારા ડિલિંગ કરતાં હોય છે. બુદ્ધિજીવીઓ ન્યાયમૂર્તિપૂજકો હોય છે અને તેથી જજોનાં સગાવાદ વિશે વાત કરવાને ઘોર પાપ માને છે, અને તેથી જ ભારતનાં એકપણ બુદ્ધિજીવીઓએ આજદિન સુધી ‘જજોમાં સગાવાદ છે જ નહીં તેમ કહ્યું’ છે અને તેની ચર્ચા અને વિગતોમાં વાત કરવાની માંગણી કરો, તો તેઓ ટેબલ ઉછાળીને જતાં રહેશે.
બુદ્ધિજીવીઓને (અર્થાત ન્યાયમૂર્તિપૂજકોને) જયારે પરાણે જજોના સગાવાદ વિશે બોલવાનું કહેવામાં આવે, ત્યારે મહાપરાણે તેઓ આ સત્ય કબુલે છે અને સગાવાદ છે, પણ તરત જ એક જુઠ્ઠાણું મુકે છે કે જ્યુરીપ્રથામાં પણ સગાવાદ ભરપુર છે અને સગાવાદ તે ભારતીયોનાં ‘સંસ્કારમાં’ જ છે અને તેને જજ પ્રથા સાથે નિસ્બત નથી. આ બંને જુઠ્ઠાણાઓને તપાસીએ. પ્રથમ, જ્યુરીમાં ૧૨-૧૫ સભ્યો હોય છે અને તેમનાં સગા વકીલ તે જ્યુરી સામે કેસ ન લડી શકે. હવે ૧૨-૧૫ સભ્યોની બે જ્યુરીમાં, જ્યુરી-અ અને જ્યુરી-બ માં ૨૪-૩૦ નાગરીકો છે, તેઓ લાખોની મતદારયાદીમાંથી એન્ડમ સિલેકશન (લોટરી) દ્વારા આવ્યા છે, એટલે તેમની વછે કોઈ સગા-સંબંધ કે ઓળખાણ પણ નથી. આમ, જો આ જ્યુરી-અ અને જ્યુરી-બ એ સોદો કરવો હોય તો તેમણે એવા બે વકીલો, વકીલ-અ અને વકીલ-બ શોધવા પડશે, જે
  • વકીલ-૧, જ્યુરી-૧નાં ૧૨ સભ્યોમાંથી પૈકી ૭-૮નો સગો હોય અને જ્યુરી-બ સામે કેસ લડતો હોય.
  • વકીલ-૨, જયુરી-૨નાં ૧૨ સભ્યોમાંથી પૈકી ૭-૮નો સગો હોય અને જ્યુરી-અ સામે કેસ લડતો હોય.
અમદાવાદ શહેરને દાખલા તરીકે લઈએ. આ શહેરમાં ૪૦ લાખ નાગરીકો છે. આશરે ૨૦,૦૦૦ વકીલો છે. માનો કે દરેક વકીલનાં ૧૦૦૦ સગા છે. હવે એક જ્યુરીમાં ૪૦ લાખ નાગરિકોમાંથી જો ૧૨ નાગરીકો લેવામાં આવે, તો તે વકીલનાં ૧ સગા આવવાની શક્યતા ૪૦ લાખમાં એક છે અને તેનાં ૩ સગા આવે, તેની શક્યતા ૧૬,૦૦૦ કરોડે એકથી પણ ઓછી છે. અર્થાત, એક જ વકીલનાં ૬ સગા આવે તેની શક્યતા નહિવત છે. આમ, આવી બે જ્યુરી, જ્યુરી-અ અને જ્યુરી-બ જેમાં એ વકીલનાં પરસ્પર સગાઓ હોય તેવી શક્યતાઓ કદાચ ૧૬,૦૦૦ અબજે એકથી પણ ઓછી છે અને તે બધાની સગવડ ૧૫ દિવસમાં કરાવી અશક્ય છે. આમ, જ્યુરીમાં સભ્યોને પણ સગાવાદ કરવામાં એટલો જ રસ હોય શકે, જેટલો જજને હશે. પણ જ્યુરી સભ્યોને સગાવાદ કરવાની તક નથી મળતી, જેટલી તક જજોને મળે છે.
આમ, ન્યાયમૂર્તિપૂજક બુદ્ધિજીવીઓની દલીલ કે જ્યુરીમાં જજ જેટલો સગાવાદ થઇ શકે, તે દલીલ ખોટી અને ઉપજાવી કાઢેલ છે. ભારતમાં ઈ.સ.૧૮૮૦થી ઈ.સ.૧૯૫૬ સુધી જ્યુરી પ્રથા હતી, તેમાં કદાપી સગાવાદની ફરિયાદ નથી આવી. અને તેની વિરુધ્ધ ભારતનાં તમામ જિલ્લાઓ અને રાજ્યોમાં ૯૦% થી વધારે જજો સામે સગાવાદની ફરિયાદો છે. આમ, જ્યુરીમાં જજ પ્રથા જેટલો સગાવાદ છે, તે સંપૂર્ણપણે ખોટી વાત છે.
૧૧.૪ જજ પ્રથામાં સગાવાદથી મોટા ગુનેગારોને પ્રોત્સાહન મળે છે.
એક ખાસ પ્રકારના ગુનેગારો પર નજર કરીએ.- જે ગલીઓમાં વેપારીઓ વગેરે પાસેથી ખુલ્લેઆમ હપ્તા વસુલી કરતાં હોય છે. આ પ્રકારનાં ગુનેગારોનો એક વિસ્તાર, જેમાં આશરે ૫૦,૦૦૦થી ૧,૦૦,૦૦૦ નાગરીકો હોય, તેવા વિસ્તારદીઠ માત્ર ૧૦-૨૦ ગુંડાઓની ગેન્ગ હોય છે. આ ગુંડાઓ હપ્તા વસુલી, ઘર ખાલી કરાવવા, લોનોની વસુલાત વગેરે જેવા ધંધા કરતાં હોય છે. આ પ્રકારના ગુનેગારો જે રાષ્ટ્રમાં જ્યુરીપ્રથા છે, ત્યાં નહિવત છે અને જે રાષ્ટ્રોમાં જજ પ્રથા છે, તેવા તમામમાં આવા ગુનેગારો બેફામપણે ચાલે છે. હવે જોઈએ કે જજ પ્રથા આ ગુનાખોરીને કઈ રીતે પ્રોત્સાહન આપે છે.
આ પ્રકારનાં ગુંડાઓ શરૂઆતમાં બે-પાંચ વિસ્તારોમાં કામ કરતાં હોય છે અને તેમની પાસે ૧૦-૧૦૦ ગુંડાઓની ગેંગ હોય છે. આ પ્રકારનાં ધંધામાં ગેન્ગના લીડરે પોલી ઉપરીઓ, જજોના સગા વકીલો, મંત્રીઓ વગેરેને માસિક ફિક્સ હપ્તો આપવાનો હોય છે. તે ઉપરાંત ગેન્ગના સભ્યોને માસિક પગાર આપવાનો હોય છે. આમ, તે ગુંડાના લીડરનો બેઠો ખર્ચો મહીને કરોડોમાં થાય. આ કરોડોની કમાણી માટે તેમણે દાર મહીને હજારો વેપારીઓ, બિલ્ડરો પાસેથી પૈસા ઉઘરાવવા પડે છે. આ પ્રકારની હપ્તા વસુલીમાં દર મહીને કોર્ટોમાં ૨૦-૪૦ ફરિયાદો નોંધાય જતી હોય છે અને વર્ષે ૨૫૦-૪૦૦ ફરિયાદો નોંધાય છે.
હવે જોઈએ જ્યુરીપ્રથા જજ પ્રથામાં કેવી રીતે ફેર છે:
  1. માનો કે એક ગેન્ગનાં ૨૦-૪૦ ગુંડાઓ સામે ચાર વર્ષોમાં ૧૦૦૦ કેસ નોંધાયા.તે જજ પ્રથામાં તે તમામ કેસો ૫-૧૦ જજો પાસે જશે. એટલે વિલંબ લાવવા માટે અથવા કેસ અન્ય જોઈ રીતે રફે દફે કરવા તે ગેન્ગના લીડરે માત્ર ૫-૧૦ જજો કે તેમના ૧૦-૩૦ સગા વકીલોને ફોડવા પડશે. અને તે માત્ર ૧૦ જજોને ફોડે તો તેનાં તમામ ગુંડાઓ તમામ કેસોમાં છુટી જશે.
  2. માંનો કે એક ગેન્ગના ૨૦-૪૦ ગુન્ડાઓ સામે ચાર વર્ષોમાં ૧૦૦૦ કેસ નોંધાયા. તે જ્યુરીપ્રથા તે કેસો ૧૨,૦૦૦-૧૫,૦૦૦ જ્યુરી સભ્યો પાસે જશે. આમાં ગુંડાઓનાં લીડરે જો તમામ જ્યુરીમાં ૬થી વધારે એટલે કે કુલ ૬૦૦૦-૭૦૦૦ નાગરીકોને ફોડવા પડશે.
  3. એકવાર ફોડેલ જજ અનેક વખત કામ આવશે.
  4. એકવાર ફોડેલ જ્યુરી સભ્ય પણ અનેકવાર કામ આવી શકે, પણ એકવાર જે જ્યુરી સભ્ય બને તેને ૧૦ વર્ષ સુધી જ્યુરીમાં આવવા મળતું નથી, તેથી જો ગુંડાનો લીડર એક જ્યુરી સભ્યને ફોડે, તો પણ અનેક કેસોમાં ફાયદો અહીં થાય.
  5. એક માણસ માનો કે ૧૦ જ્યુરીને ફોડી શકે, તો જજ પ્રથામાં તે લગભગ ૧૦૦ ટકા (%) કેસોમાં પોતાના ગુંડાઓને છોડાવી લેશે. જો તે ૧૦૦૦ જણાને ફોડવા સક્ષમ હોય, તો પણ તેના ૧૦ ટકા(%) કેસો પણ જ્યુરીપ્રથામાં રફે-દફે નહી કરી શકે. આનાથી તેના ૧૦-૫૦ ટકા (%) ગુંડાઓને જેલની સજા થશે અને તેનાથી અન્ય ગુંડાઓની નૈતિક હિંમત ઘટશે અને તેઓ આ ઘટાડી દેશે. આ કારણ મ�

No comments:

Post a Comment