Monday, July 6, 2015

ગઈ કાલ તા.૫-૭-૨૦૧૫ રવિવારના રોજ સાંજે ૫.૩૦ વાગે હું મોટર સાઇકલ લઈને સિવિલ તરફથી આવી રહ્યો હતો (5-Jul-2015) No.3

July 5, 2015

https://www.facebook.com/mehtarahulc/posts/10152891877146922

ગઈ કાલ તા.૫-૭-૨૦૧૫ રવિવારના રોજ સાંજે ૫.૩૦ વાગે હું મોટર સાઇકલ લઈને સિવિલ તરફથી આવી રહ્યો હતો ત્યારે સિવિલ હોસ્પિટલ નજીક બળીયા લીંબડી પાસે દેશના રક્ષક એવા ટ્રાફિક પોલીસ અધિકારી શ્રી જી.બી.ગૌડ (ASI) અને તેમની ટીમ જેમાં બીજા ત્રણ જવાનો જીવના જોખમે દેશની સેવા બજાવી રહ્યા હતા. ટ્રાફિક પોલીસ અધિકારી શ્રી જી.બી.ગૌડ (ASI) દારૂ પીધેલી હાલતમાં હતા. અને તેમના ટીમના ત્રણ જવાનોમાનો એક જવાન (નામે - પઠાણ) મોટરસાઇકલ સવારને રસ્તા વચ્ચે જઈને ચાલુ મોટરસાઇકલની ચાવી ખેચી લઈને સાહેબ પાસે મોકલતો હતો. તેના સવાલ આ મુજબ હતા (૧) લાઇસન્સ છે ? બતાવો.... લાઇસન્સ જમા લઇ લેવું અને રૂ.૧૦૦ નો દંડ ભરો નહીતર પછી કોર્ટમાં જઈને છોડાવી લેજો. જો આપની પાસે લાઇસન્સ હોય તો આર.સી.બુક લાવો અને આર.સી.બુક આપો તો આર.સી.બુક પણ જમા થઇ જાય પછી પી.યુ.સી. આપો નવી મોટરસાઇકલ હોવા છતાં પી.યુ.સી. લાવો જો આ ત્રણ માંથી કોઈ પણ વસ્તુ આપની પાસે નથી તો આપે દંડ ભરવાનો નહીતર રૂ.૫૦ આપી છૂટી જઈ શકાય. મારું મોટરસાઇકલ નવું જ છે એટલે મારી પાસે પી.યુ.સી. નથી અને હેલ્મેટ લટકાવેલું હતું પણ ટ્રાફિક પોલીસ અધિકારી શ્રી જી.બી.ગૌડ (ASI) દારૂ પીધેલી હાલતમાં અને તેમની ટીમના સભ્યો તો જાણે પોલીસની નોકરી નહી રીતસરનો ધંધો કરતા હોય તે પ્રમાણે નાગરીકો પાસે રૂ.૫૦ થી રૂ.૧૦૦ દરેક મોટરસાઇકલ સવાર દીઠ ઉઘરાવતાં હતા અને મારું લાઇસન્સ જમા લીધા બાદમાં એવું પણ કહેવામાં આવ્યું કોર્ટમાં જઈને છોડાવી લેજે અને તારાથી થાય એ કરી લેજે. કોર્ટમાં જઈને રૂ.૫૦૦ ભરવા પડશે તો અહિયાં જ રૂ.૫૦ માં પતાવી દે. (ટ્રાફિક પોલીસ અધિકારી શ્રી જી.બી.ગૌડને (ASI) અભદ્ર શબ્દો પણ સારા આવડતા હતા)

No comments:

Post a Comment