Monday, September 7, 2015

આપણે ભારતની ખાનગી સંસ્થાઓ, દુકાનો, ખાનગી ઓફિસો, કારખાનાઓ વગેરેને ખુબ જ કાર્યક્ષમ બનાવવા માટે એક કાયદાની જરૂરત છે (3-Sep-2015) No.1

September 3, 2015 No.1

https://www.facebook.com/mehtarahulc/posts/10153012187671922
આપણે ભારતની ખાનગી સંસ્થાઓ, દુકાનો, ખાનગી ઓફિસો, કારખાનાઓ વગેરેને ખુબ જ કાર્યક્ષમ બનાવવા માટે એક કાયદાની જરૂરત છે અને આ કાયદો ભારતના સાર્વજનિક અને રાજકીય ક્ષેત્રની જેમ ખાનગી ક્ષેત્રમાં પણ લોકતંત્રની સ્થાપના કરશે. પૂરેપૂરી ખાતરી છે કે આ કાયદાના લાગુ થાય બાદ આપણું ખાનગી ક્ષેત્ર ખુબ જ સરસ કામ કરશે.
આ કાયદાની અનુસાર :
(૧) કોઈપણ ખાનગી સંસ્થા/ ઓફીસ/ દુકાન/ ઘર વગેરેનો માલિક જો કામ કરવા માટે મેનેજર, કારીગર, નોકર વગેરેને નોકરી પર રાખે છે તો માલિક તે વ્યક્તિને આગળના પાંચ વર્ષ સુધી નોકરીમાંથી કાઢી શકશે નહી.
સ્પષ્ટતા : માલિકને નોકરને વિષે જેટલી પણ તપાસ કરવી હોય તે તેણે નોકરીએ રાખવા પહેલા જ કરી લેવી પડશે. અને જો એકવાર તે વ્યક્તિને નોકરી પર રાખી લેવામાં આવે છે તો પછી તેણે કોઈપણ સંજોગોમાં (૫) પાંચ વર્ષ પહેલા નોકરીમાંથી કાઢી શકાશે નહી.
(૨) એકવાર નોકરી પર રાખ્યા બાદ માલિકે દર મહિનાની (૧) એક તારીખે નક્કી કરેલ વેતન, પગાર આપવું પડશે.
સ્પષ્ટતા : જો નોકર કામ પર નહી આવે કે ફક્ત ટાઇમ પાસ કરવા માટે એક-બે કલાક આવીને ચાલ્યો જાય છે તો પણ માલિક આ નોકરને પૂરો પગાર કે વેતન આપવા જ પડશે.
(૩) ખાનગી સંસ્થા/ ઓફીસ/ દુકાન/ ઘર વગેરેના નોકરોને આ પણ અધિકાર હશે કે તેઓ અંદરો-અંદર વેતન, પગાર નક્કી કરી પગાર વધારો કરી શકે તેમાં માલિકે કોઈપણ પ્રકારની દખલગીરી કરી શકશે નહી.
સ્પષ્ટતા : નોકર જે પણ વેતન વધારો પગાર વધારો કરવાનું નક્કી કરશે તે પગાર-વેતન વધારો માલિક આપવા માટે બંધનકર્તા હશે. વધુમાં નોકર વેતન વધારો, પગાર વધારો કરી માલિકને ફક્ત જન કરવામાં આવશે, પુછવામાં નહી આવે.
(૪) પાંચ વર્ષ બાદ માલિકને એક દિવસનો જ મળશે જેમાં તે તેના નોકરને બદલવાનો મોકો મળશે.
સ્પષ્ટતા : જો માલિક ફરી વાર એજ નોકરને નોકરી પર રાખે છે અથવા અન્ય કોઈપણ વ્યક્તિને નોકરની નોકરી માટે રાખે છે તો તે નોકરને પણ (૫) પાંચ વર્ષ પહેલા કાઢી શકશે નહી.
(૫) જો કોઈપણ માલિક તેના નોકરની વિરુધ્ધમાં કોઈપણ ફરિયાદ કરશે તો તે ફરિયાદની તપાસ અન્ય સંસ્થાના નોકર કરશે તથા નોકરો જ તેનો ઉકેલ લાવશે. માલિકોને નોકરોની વિરુદ્ધમાં તપાસ, પુછપરછ કે નિર્ણય લેવાનો કોઈ જ અધિકાર હશે નહી.
સ્પષ્ટતા : માની લો કે ‘અ’ ઘરના માલિક તેઓના નોકરની વિરુધ્ધમાં ફરિયાદ કરે છે તો ‘બ’ ઘરના નોકર એની તપાસ કરશે અને ‘ક’ ઘરના નોકરો એનો નિર્ણય કરશે કે ‘અ’ ઘરનો નોકર ગુનેગાર છે કે નહી.
(૬) જો કોઈ ખાનગી સંસ્થા/ ઓફીસ/ દુકાન/ ઘરના માલિક તેઓના નોકરના કામથી સંતુષ્ટ નથી અથવા નોકર માલિકને ગંભીર નુકશાન પહોચાડે છે તો માલિક તે નોકરને સીધા રસ્તા પર લાવવા માટે તેના વિરુદ્ધમાં અનશન, ધારણા, પ્રદશન વગેરેનો પ્રયોગ કરી શકે છે.
સ્પષ્ટતા : (૧) અનશન- અનશન દરમિયાન ભુખ્યા રહી શકાય છે માન્યતા છે કે ભુખ્યા રહેવાથી વ્યક્તિમાં શક્તિનો વપરાશ થાય છે, જેની વિરુદ્ધમાં ભુખ્યા રહેવામાં આવે છે તેના સ્વભાવમાં બદલાવ જરૂર આવે છે એવી માન્યતા છે. (૨) ધારણા- આમાં કામ-ધંધો વગેરે છોડીને કેટલાય દિવસો સુધી રસ્તાના કિનારા પર ફૂટપાથ પર તંબુ લગાવીને જમાવટ કરી શકાશે. (૩) પ્રદશન- આ વિધિમાં બેનર, પોસ્ટર વગેરે ગળામાં લટકાવીને જોર-જોરથી સુત્રોચાર વગેરે કરી શકાય છે.
માલિકો માટે સુચન :
(૧) કૃપા કરી નોકરીએ રાખતા પહેલા નોકરની વિશે ઊંડાણમાં તપાસ કરી લેવી તથા ઈમાનદાર નોકરને જ નોકરી પર રાખવો.
૨. નોકરી મેળવ્યા બાદ જો કોઈપણ નોકર અપ્રામાણિક, ભ્રષ્ટ અને માથાભારે નીકળે તો તેને સમજાવો કે અપ્રામાણિકતા સારી વાત નથી અને અપ્રામાણિકતા કરવાવાળા વ્યક્તિને પાપ લાગે છે.
=========
જો આપને આ કાયદો મજાક જ લાગે છે તો તમે એ જ વાત કરી રહ્યા છો કે જે ઈ.સ.૧૯૨૫ માં મહાત્મા ભગતસિંહજીએ કહી હતી. કારણ કે પાછળના ૬૮વર્ષોથી દેશની રાજનૈતિક વ્યવસ્થા આ જ રીતે ચાલી રહી છે. ઉપર આપેલ વ્યવસ્થામાં જો આપ નોકરની જગ્યા પર જન-પ્રતિનિધિઓ (ધારાસભ્ય, સાંસદ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી) ને તાતાહા દેશના માલિકોના સ્થાને દેશના સવા-સો કરોડ નાગરિકોને રાખવામાં આવે તો આપ આ વ્યવસ્થાને સમજી જશો.
શું આપ જનો છો કે અમેરિકામાં ત્યાંની જનતા પાસે એવો અધિકાર છે કે તે બહુમતીના પ્રયોગથી પોતાના જનપ્રતિનિધિઓ, ન્યાયાધીશો તથા વહીવટી અધિકારીઓને કોઈપણ સમયે નોકરીમાંથી કાઢી મૂકી શકે છે ?
ભ્રષ્ટ અધિકારીને જનતા દ્વારા નોકરીમાંથી કાઢી મુકવાના અધિકારને રાઈટ ટુ રિકોલ કહે છે ?
મહાત્મા ભગતસિંહ, મહાત્મા ચંદ્રશેખર આઝાદ અને તેઓના ગુરુ મહાત્મા સચિન્દ્રનાથ સાન્યાલે ઈ.સ.૧૯૨૫માં કહ્યું હતું કે આપણે જે આઝાદ ભારતની સ્થાપના કરીશું તેમાં રાઈટ ટુ રીકોલનો કાયદો નહી હોય તો આ લોકતંત્ર એક મજાક બનીને રહી જશે?
મહાત્મા રાજીવ દિક્ષીત રાઈટ ટુ રિકોલ કાયદાઓની માગ કરી રહ્યા હતા ?
રાઈટ ટુ રિકોલ અને જ્યુરી સિસ્ટમના કાયદાઓ વિના આ લોકતંત્ર એક લુંટતંત્ર બની જશે અને રાજ્ય અને દેશનો નાશ થશે, એવું ઈ.સ.૧૮૭૦માં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ કહ્યું હતુ.
કે બ્રિટેન અને અમેરિકામાં દંડ(શિક્ષા) આપવાની સત્તા ત્યાના નાગરિકો પાસે છે.
શું તમે જાણોછો કે આ બધી જ જાણકારી આપણી પાસે કેમ નથી?
કારણ કે કોઈપણ કોઈપણ નોકર એવું નહી ઈચ્છે કે તેને નોકરીમાંથી કાઢી મુકવાની સત્તા તેના માલિક પાસે હોય, તો જ તે નોકર તેનું ધાર્યું કરી શકે. આ માટે આપણા નેતાઓ પાછલાં કેટલાય વર્ષોથી આ જાણકારીને આપણાથી છુપાવી રહ્યા છે. કારણ કે જો એકવાર આ જાણકારી માલિકોને થઇ જાય છે કે અન્ય વિકસિત દેશોમાં રાજનૈતિક વ્યવસ્થાઓમાં નાગરિકો પાસે રાઈટ ટુ રિકોલ અને જ્યુરી સિસ્ટમ જેવા કાયદાઓ છે જો ભારતના લોકોને આવી જાણકારી મળે તો ભારતના લોકો પણ આવા કાયદાઓની માંગણી કરવા લાગશે.
મારો મત છે કે જો આપણને ચુંટવાનો અધિકાર છે તો તેઓને બહુમતિથી કાઢી મુકવાનો પણ અધિકાર નાગરિકો (જનતા) ને હોવો જોઈએ. જેમ ખાનગી ક્ષેત્રમાં કાર્ય પૂર્ણ ન કરવા પર, ભ્રષ્ટાચાર કરવા પર નોકરને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે છે તે જ રીતે ભારતીય નાગરિકો પાસે પણ આવો જ અધિકાર હોવો જોઈએ કે તેઓ પોતાના તેનાઓને નોકરીમાંથી નીકળી શકે. રાઈટ ટુ રિકોલ ગ્રુપ દ્વારા આવા કાયદાની પ્રક્રિયા માટે વિવિધ કાયદાઓના લખાણની દરખાસ્ત કરવામાં આવી છે જેને આપ righttorecall. Info પર જોઈ શકો છો.
હું ભારતમાં રાઈટ ટુ રિકોલ અને જ્યુરી સિસ્ટમના કાયદાઓની માંગણી કરી રહ્યો છું, આપના વિશે આપ પોતે જ નક્કી કરો કે આપ આપના જન-પ્રતિનિધિઓને નોકરીમાંથી કાઢી મુકવાનો અધિકાર જોઈએ છીએ કે નહી. એમ કે મોદી, કેજરીવાલ, સોનિયા જેવા આપણા નોકરો જો માનતા હોય કે ભારતની જનતા પાસે તેઓને ફક્ત ચુંટવાનો જ આકાર હોવો જોઈએ ના કે કાઢી મુકવાનો. જ્યાં સુધી આ દેશના કરોડો નાગરિક માલિકો પોતાના નોકરો પાસે આ માંગણી નહી કરે ત્યાં સુધી આ કાયદાઓ ભારતમાં લાગુ કરવા સંભવ નથી.
જો કરોડો નાગરિકો આ માંગણી કરે છે છે તો આ માંગણી આદેશનું રૂપ લઇ લેશે તથા આપણા નોકરો આ કાયદાને ગેઝેટમાં છાપવા માટે બંધનકર્તા થઇ જશે એટલે કે તેઓએ આ કાયદો અમલમાં લાવવો જ પડશે.

No comments:

Post a Comment